અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- હું ઈચ્છું છું કે ઈવાન્કા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બને, કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદ માટે લાયક નથી

0
0

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક વધુ ચોંકાવી દે તેવું નિવેદન આપ્યું છે. ન્યૂ હૈમ્પશાયરમાં સમર્થકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, મને નથી લાગતું કે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવાના લાયક છે. મને એવું પણ લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાન્કા ટ્રમ્પને અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બનાવવી જોઈએ.

ટ્રમ્પ તુલના તો વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવારની કરી રહ્યા હતા, પરંતુ સીધા રાષ્ટ્રપતિ પર આવી ગયા. તેમણે કહ્યું કે, ડેમોક્રેટિક પાર્ટી માત્ર અમેરિકન લોકોને સપના સપના દેખાડી શકે છે, એ ક્યારેય પુરા નહીં થઈ શકે.

કમલા પર ફરી નિશાન સાધ્યું
ટ્રમ્પે કમલા હેરિસની યોગ્યતા અંગે સીધા સવાલ કર્યા હતા. કહ્યું કે, એ તો રાષ્ટ્રપતિ બનવાની રેસમાં હતા પણ હવે ઉપરાષ્ટ્રપતિ બનવાના પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાન્કા આ પદ માટે વધુ સારી ઉમેદવાર છે. હું એવું પણ કહીશ કે ઈવાન્કા જ અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બને. આ રોલ માટે તે સૌથી વધુ યોગ્ય ઉમેદવાર છે. હવે તો લોકો પણ કહેવા લાગ્યા છે કે તે ઈવાન્કાને આ મહત્વપૂર્ણ પદો પર જોવા માંગે છે. જેમાં કમલાની કોઈ ભૂલ નથી.

ઈવાન્કા-મોદીની કેમિસ્ટ્રી મેચ થાય છે
મોદીના દરેક પ્રવાસ વખતે મોટાભાગે તેમની ઈવાન્કા સાથે મુલાકાત થઈ છે. મોદી સાથે એમનું બોન્ડિંગ પણ સારું જણાય છે. આ વર્ષના આરંભે ટ્રમ્પના ભારત પ્રવાસ વખતે પણ ઈવાન્કા અને તેમના પતિ જેરાર્ડ સાથે હતા. એ વખતે ઈવાન્કાની બોડી લેંગ્વેજ ખૂબ હકારાત્મક જણાઈ હતી. તાજની મુલાકાત પછી ઈવાન્કાએ ખુશી વ્યક્ત કરી હતી.

ડેમોક્રેટ્સ દબાણમાં
રિપબ્લિકન પાર્ટીના કન્વેશનમાં પણ ટ્રમ્પે જો બાઈડન પર નિશાન સાધ્યું હતું. ત્યારપછી તેમણે કમલા હેરિસ પર પણ કટાક્ષ કર્યો હતો. રિપબ્લિકન પાર્ટીનો આરોપ છે કે હેરિસ અમેરિકામાં વંશવાદને પ્રોત્સાહન આપી રહી છે અને ડેમોક્રેટ્સ તેમનો સાથ આપી રહ્યા છે. તે એશિયન અને આફ્રીકન અમેરિકન લોકો વચ્ચે પણ અંતર વધારી રહ્યા છે. ટ્રમ્પનો આરોપ છે કે અમેરિકન મીડિયાનો એક હિસ્સો તેમને જાણીજોઈને નિશાન બનાવે છે કારણ કે તે સાચું કહે છે.

જીતનો વિશ્વાસ
ન્યૂ હૈમ્પશાયરની રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, હું વાયદો કરું છું કે આપણે આ ચૂંટણી જીતીશું અને અમેરિકાને પહેલા કરતા વધુ સુરક્ષિત અને મજબૂત બનાવીશું. અમારી નીતિઓ પર સવાલ ઉઠાવનારા લોકો કદાચ અત્યાર સુધી તેને સમજી જ શક્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here