Tuesday, September 21, 2021
Home‘અજીબ દાસ્તાંસ’ ફેમ માનવ કૌલે કહ્યું, ગુલશન કુમાર મર્ડર કેસમાં મને પોલીસ...
Array

‘અજીબ દાસ્તાંસ’ ફેમ માનવ કૌલે કહ્યું, ગુલશન કુમાર મર્ડર કેસમાં મને પોલીસ લઇ ગઈ હતી

નેટફ્લિક્સ પર આ અઠવાડિયે ‘અજીબ દાસ્તાંસ’ રિલીઝ થઇ ગઈ છે. તેમાં ઘણી સ્ટોરીઓ સાથે ચાલે છે. તેમાંથી એક સ્ટોરીમાં શેફાલી શાહ અને માનવ કૌલ પણ છે. તેઓ એક એવા કપલના રોલમાં છે જેમના સંતાન સાઈન લેન્ગવેજથી જ વાત કરી શકે છે. શેફાલી અને માનવે ખાસવાતચીતમાં તેમની જિંદગીની અજીબ દાસ્તાન જણાવી..

પ્રશ્ન: તમારા જિંદગીમાં ‘અજીબ દાસ્તાન’ કઈ છે?
માનવ કૌલ: મારા જીવનમાં તો ઘણીબધી આવી વસ્તુઓ છે. તેમાંથી એક કહીશ. તેના રીઝન અને ડિટેલ નહિ કહું. સંઘર્ષમાં દિવસોમાં હું 5 લોકો સાથે રહેતો હતો. એક રાતે પોલીસ આવી અને અમને પાંચેયને ગુલશન કુમાર મર્ડર કેસમાં ઊઠાવીને લઇ ગઈ. શું થયું હતું, આગળ શું થયું, તે હું નહિ કહું.
શેફાલી શાહ: હું ઘણી સરળતાથી ઈમોશનલ થઇ જઉં છું. હર્ટ થઇ જઉં છું. મારા ઈમોશન્સ મિડ વે હોતા નથી. ઘણીવાર એવું થાય છે કે સમોસા ખાઈને હું ઊભી થઇ ખુશીથી તાલી પાડવા લાગુ છું. આ બધી અજીબ દાસ્તાન જ છે. ડેટ્સ અને અન્ય પ્રોજેક્ટમાં બિઝી રહેવાને લીધે મેં ‘તલવાર’ અને ‘નેમસેક’ જેવી ફિલ્મ છોડી હતી. કાશ..એ બંનેમાંથી કોઈ ફિલ્મ કરી શકત. પરંતુ હું બીજા પ્રોજેક્ટ કરતી હતી તેમને પણ ના પાડી શકું તેમ નહોતું.

પ્રશ્ન: ‘અજીબ દાસ્તાંસ’માં લવ સ્ટોરી છે?
માનવ કૌલ: તેમાં ઘણી બધી લવ સ્ટોરી છે. તેમાંથી એક અમારી પણ છે. શબ્દો વગર અમારી સ્ટોરી વ્યક્ત કરી છે. સાઈન લેન્ગવેજની સ્ટોરીઓ છે.
શેફાલી શાહ: અમારા કેરેક્ટરની સૌથી અલગ પ્રેમ કહાની છે.

પ્રશ્ન: OTT દુનિયા કેવી રીતે એન્ટરટેઈનમેન્ટને રીડિફાઈન કરી રહ્યું છે?
માનવ કૌલ: મારા ખ્યાલ પ્રમાણે એન્ટરટેઈનમેન્ટ જગત આ એક્સપાંડ કરી રહ્યું છે. પહેલાં તો અમુક ખાસ પ્રકારની ફિલ્મો જ ઇન્ડિયાના ફિલ્મ જગતને રિપ્રેઝન્ટ કરતી હતી. હવે તમે નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ પર આવ્યો છો તો આખી દુનિયા સુધી પહોંચી જાઓ છો.
શેફાલી શાહ: એક્સપાન્શન ઉપરાંત અહીં એક્સપરિમેન્ટ ઘણા થઇ રહ્યા છે. બોક્સ ઓફિસ મામલે હિટ થવું હોય તો તમારા પાસે માત્ર ત્રણ દિવસની ડિપેન્ડન્સી રહે છે. OTTએ તે બ્રેક કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments