‘દિલ્હી ક્રાઈમ’ ફેમ શેફાલી શાહે કહ્યું, ‘હું નાની ઉંમરમાં ટાઈપ કાસ્ટ થઈ હતી, 28-30 વર્ષે અક્ષય કુમારની માતાનો રોલ કર્યો હતો’

0
0

‘દિલ્હી ક્રાઈમ’ વેબ સિરીઝમાં પોતાની એક્ટિંગથી દિલ જીતનારી એક્ટ્રેસ શેફાલી શાહે ઘણી નાની ઉંમરમાં ટાઈપ કાસ્ટ થઇ હતી. તેણે કહ્યું કે, ‘મને એવું લાગતું હતું કે હું એક નિશ્ચિત ઉંમર સુધી પહોંચી જ નહિ શકું.’ શેફાલીએ ઇન્ટરવ્યૂમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ટાઈપ કાસ્ટને લીધે તેને પોતાનાથી મોટી ઉંમરના અક્ષય કુમારની માતાનો રોલ પ્લે કરવો પડ્યો હતો.

‘28-30ની ઉંમરે અક્ષયની માતા બની હતી’…
શેફાલીએ કહ્યું, ‘હું નાની ઉંમરમાં માતાના રોલ માટે ટાઈપ કાસ્ટ થઇ હતી. હું 20 વર્ષની હતી ત્યારે એક શોમાં 15 વર્ષના છોકરાની માતા બની હતી. જ્યારે મેં 45 વર્ષની માતાનો રોલ પ્લે કર્યો ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી. એ પછી હું 28-30 વર્ષની થઈ ત્યારે અક્ષય કુમારની માતા બની હતી.’

‘ઘણા પ્રોજેક્ટ્સ સ્વીકાર્યા નથી’…
શેફાલીએ અત્યાર સુધી ઘણા પ્રોજેક્ટ્સને ના પાડી દીધી છે, કારણકે તેમાં એક્સાઈટમેન્ટ નહોતી. શેફાલીએ જણાવ્યું કે, ‘ઘણા વર્ષો સુધી મેં કામ ના કર્યું કારણ કે તે મને યોગ્ય લાગતું નહોતું. એ પછી ‘જ્યુસ’(વેબ સિરીઝ) આવી. ત્યારબાદ ‘વન્સ અગેઇન’(ફિલ્મ)માં સુંદર લવ સ્ટોરી હતી અને એ પછી ‘દિલ્હી ક્રાઈમ’(વેબ સિરીઝ). આ ત્રણેય પ્રોજેક્ટે મને એક ફ્રેમની સેન્ટરમાં મૂકી. મારા માટે બહુ બધા રસ્તા ખુલી ગયા છે અને હવે હું ઇચ્છતી હતી તે કામ કરી રહી છું.’

શેફાલીએ વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વક્ત: રેસ અગેંસ્ટ ટાઈમ’માં અક્ષય કુમારની માતા અને અમિતાભ બચ્ચનની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. ત્યારે તે આશરે 33 વર્ષની હતી અને અક્ષય 38 વર્ષનો. હાલ તે નેટફ્લિક્સ વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’માં DSP વર્તિકા ચતુર્વેદીના રોલમાં દેખાઈ હતી. 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપ કેસ પર બનેલી આ વેબ સિરીઝને ગયા મહિને ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં ‘બેસ્ટ વેબ સિરીઝ’નું સ્થાન મળ્યું છે. આ ઇન્ટરનેશનલ અવોર્ડ જીતનારી પ્રથમ ઇન્ડિયન સિરીઝ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here