અમેરિકાના રાષ્ટ્રપતિએ સલાહકારોને કહ્યું : બાયડેનના શપથગ્રહણના દિવસે પણ વ્હાઇટ હાઉસ છોડીશ નહીં.

0
9

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગીઓને જણાવ્યું કે તે 20 જાન્યુઆરીએ પણ વ્હાઈટ હાઉસ છોડશે નહિ. 20 જાન્યુઆરીએ જ પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડેન નવા રાષ્ટ્રપતિ તરીકે શપશ લેશે. અમેરિકામાં આ શપથ ગ્રહણ સમારંભને પારંપરિક રીતે ઈનોગરેશન ડે કહેવામાં આવે છે. જો આમ થાય છે અને ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવાનો ઈન્કાર કરી દે છે તો દેશ સમક્ષ સંકટ સર્જાશે. અમેરિકાના ઈતિહાસમાં પહેલા ક્યારેય આવુ થયુ નથી.

જિદ્દ ચાલુ

CNN એ ટ્રમ્પ ની જિદ વિશેની આ માહિતી સૂત્રોના હવાલાથી આપી છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, ટ્રમ્પે પોતાના સલહાકારોને કહ્યું છે કે તે ઈનોગરેશન ડે પર પણ વ્હાઈટ હાઉસ છોડીશ નહીં. તેમની ટીમ પણ તેમના આ પ્રકારના વલણથી પરેશાન છે. એક સલાહકારે કહ્યું કે- હવે તેમણે વ્હાઇટ છોડવું જ પડશે. ટ્રમ્પ વિશેના આ સમાચારો પર વ્હાઇટ હાઉસે કોઈ પ્રતિક્રિયા આપી નથી. વિશેષ વાત એ છે કે ટ્રમ્પના પક્ષના ઘણા નેતાઓ બાઈડેન માટે પ્રેસિડેન્ટ ઇલેક્ટ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે.

ટ્રમ્પ બધે જ હારી ચૂક્યા છે

ટ્રમ્પે આ પહેલા પણ ઘણી વખત ધાંધલ-ધમાલનો ઉલ્લેખ કર્યો છે. તેમની કેમ્પેન ટીમે દેશની અનેક અદાલતોમાં પણ કેસ દાખલ કર્યા છે. સુપ્રીમ કોર્ટ ટેક્સાસ અને પેન્સિલવેનિયામાં ચૂંટણીના ધાંધલ-ધમાલના આરોપ હેઠળ દાખલ કરવામાં આવેલી બે અપીલ નામંજૂર કરવામાં આવી છે. 14 ડિસેમ્બરના રોજ ઈલેક્ટોરલ કોલેજના મતદાનમાં પણ સ્પષ્ટ થઈ ગયુ હતું કે ટ્રમ્પ હારી ચૂક્યા છે. 6 જાન્યુઆરીએ કોંગ્રેસ (યુએસ સંસદના બંને ગૃહો) તેના પર ઔપચારિક મહોર લગાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here