Thursday, April 18, 2024
Homeઉદ્ધવે કંગના પર કંઇ ન કહ્યું, ઇશારામાં ચેતવણી આપી : મહારાષ્ટ્રની જે...
Array

ઉદ્ધવે કંગના પર કંઇ ન કહ્યું, ઇશારામાં ચેતવણી આપી : મહારાષ્ટ્રની જે બદનામી થઇ રહી છે, તેના પર ફરી ક્યારેક કહીશ : મારા મૌનને કમજોરી ન સમજો

- Advertisement -

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. કંગના રનોટ વિવાદ અંગે ઉદ્ધવે શરૂઆતમાં જ એ સ્પષ્ટ કરી દીધું કે રાજ્યમાં ચાલી રહેલા રાજકારણ વિશે તેઓ અત્યારે નહીં , પછી બોલશે. તેમણે કંગનાનું નામ તોન લીધું પરંતુ એ સ્પષ્ટ કર્યું કે તેમના મૌનને કમજોરી ન સમજવામા આવે. તેમણે કહ્યું કે રાજકીય વાવાઝોડા તો આવતા રહેશે અને તેનો સામનો તેઓ કરતા રહેશે.

ત્યારબાદ ઉદ્ધવે રાજ્યના નાગરિકોને કોરોનાની પરિસ્થિતિ અને તેનાથી બચવાના ઉપાયો વિશે વાત કહી.

કાર્યવાહી બાદ મહારાષ્ટ્ર સરકાર પર કંગનાના 4 આકરા નિવેદન

BMCએ 9 સપ્ટેમ્બરે કંગનાની પાલી હિલ સ્થિત મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસમાં બે કલાક સુધી તોડફોડ કરી હતી. કંગના આ કાર્યવાહી વિરુદ્ધ હાઇકોર્ટમાં ગઇ હતી જેના લીધે કાર્યવાહી પર રોક લગાવી દેવામા આવી હતી. હાઇકોર્ટે BMC પર આકરી ટિપ્પણી કરી હતી. કહ્યું- આટલી તત્પરતા જો શહેરના અન્ય ગેરકાયદે બાંધકામો પર દેખાડવામા આવતા તો મુંબઇ કંઇક અલગ હોત.

1. BMCની કાર્યવાહી બાદ 9 સપ્ટેમ્બરે કંગનાએ ટ્વિટ કર્યું હતું- આજે મારું ઘર તૂટ્યું છે કાલે તારો ઘમંડ તૂટશે, જય મહારાષ્ટ્ર. ઉદ્ધવ ઠાકરે! તને શું લાગે છે, તે ફિલ્મી માફિયા સાથે મળીને મારું ઘર તોડીને મારી સાથે મોટો બદલો લીધો છે. તેં મોટો ઉપકાર કર્યો છે. મને ખબર છે કે કાશ્મીરી પંડિતો પર શું વિત્યું હશે.આજે મને એ વાતનો એહસાસ થયો છે. ઠાકરે, જે આ ક્રૂરતા અને આતંક મારી સાથે થયો તેનો કંઇક અર્થ છે. જય હિન્દ, જય ભારત.

2. આગામી દિવસે ગુરૂવારે કંગનાએ ફરી ઉદ્ધવ પર નિશાનો સાધ્યો હતો. ટ્વિટ કર્યું- તમારા પિતાજીના સારા કર્મ તમને પૈસા આપી શકે છે પરંતુ સન્માન પોતે કમાવું પડે છે. મારું મોં બંધ કરશો પરંતુ મારો અવાજ મારા પછી સો અને ફરી લાખોમાં ગૂંજશે, કેટલાનું મોં બંધ કરશો ? કેટલા અવાજ દબાવશો ? ક્યાં સુધી સચ્ચાઇથી ભાગશો. તમે કંઇ નથી, માત્ર વંશવાદનો એક નમૂનો છો.

3. શુક્રવારે કંગનાએ એક વીડિયો શેર કરીને લખ્યું- મહારાષ્ટ્ર સરકારનો આતંક અને અત્યાચાર વધતા જ જાય છે. આ વીડિયો મહારાષ્ટ્રમાં પૂર્વ નેવીના અધિકારીને શિવસેનાએ માર માર્યો તેનો હતો.

4. શનિવારે કંગનાએ સોમનાથ મંદિરનો ફોટો ટ્વિટ કર્યો. તેમણે લખ્યું- સોમનાથને કેટલાય દરિંદાઓએ બર્બરતાપૂર્વક ઉજાડ્યું પરંતુ ઇતિહાસ સાક્ષીછે કે ક્રૂરતા અને અન્યાય ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, અંતમાં જીત ભક્તિની જ થાય છે. હર હર મહાદેવ.

મહારાષ્ટ્ર સરકારે કંગના વિરુદ્ધ ડ્રગ્સના મામલાની તપાસના આદેશ આપ્યા

મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કંગના રનોટ વિરુદ્ધ શુક્રવારે ડ્રગ્સ મામલે તપાસના આદેશ આપ્યા હતા. રાજ્યના ગૃહ મંત્રાલયના આદેશ પર મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. દેશમુખે કહ્યું કે અધ્યયન સુમન કંપના સાથે રિલેશનશીપમાં હતા અને એક ઇન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે કંગના ડ્રગ્સ લે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular