અમેરિકા : કામને લઈને સવાલ થતા ટ્રમ્પ ગુસ્સે થયા, કહ્યું- સવારથી લઈને મોડી રાત સુધી કામ કરું છું, ઘણા મહિનાથી વ્હાઈટ હાઉસ પણ છોડ્યું નથી

0
4

વોશિંગ્ટન. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કામને લઈને સવાલ ઉઠાવી રહેલા અમેરિકાના મીડિયા પર ગુસ્સે ભરાયા છે. તેમણે રવિવારે ટ્વિટ કરી કહ્યું કે હું સવારથી રાત સુધી કામ કરુ છું, છેલ્લા થોડા મહિનાથી મેં વ્હાઈટ હાઉસ પણ છોડ્યું નથી. જે લોકો મને અને દેશના ઈતિહાસને જાણે છે, તેમનું કહેવું છે કે હું સૌથી મહેનતું રાષ્ટ્રપતિ છું. જોકે મને આ વિશે ખ્યાલ નથી. હું એ જાણું છું કે હું મેહનતુ છું અને આ સાડા ત્રણ વર્ષમાં મે જેટલું કામ કર્યું છે, કદાચ એટલુ કામ કોઈ રાષ્ટ્રપતિએ કર્યું નહિ હોય. ફેક ન્યુઝને નફરત કરું છું.

ન્યુયોર્ક ટાઈમ્સે ગત ગુરુવારે એક સમાચાર છાપયા હતા, જેમાં એ કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ છેલ્લા થોડા દિવસોથી ઓવલ ઓફિસમાં બપોર સુધીમાં જ પહોંચે છે. તેઓ સવાર અને સાંજનો મોટાભાગનો સમય વ્હાઈટ હાઉસના ઓપન બેડરૂમમાં ટીવી પર ન્યુઝ જોવામાં પસાર કરે છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ આ દરમિયાન ફ્રેન્ચ ફ્રાઈ ખાય છે અને ડાએટ કોક પીવે છે. એટલું જ નહિ તેઓ કોરોનાવાઈરસ ટાસ્ક ફોર્સના બ્રીફિંગ પહેલા થનારી બેઠકમાં ભાગ લેતા નથી અને મુખ્ય સહયોગી દ્વારા તૈયાર કરવામાં આવેલી દિવસની મોટા ભાગની વાતોને બ્રીફિંગથી જોવે છે. આ રિપોર્ટને લઈને ટ્રમ્પ નારાજ છે.

ટ્રમ્પે કોરોના પર રોજ થનારી બ્રીફિંગ બંધ કરી

આ પહેલા ટ્રમ્પે શનિવારે વ્હાઈટ હાઉસમાં કોરોના પર થનારી ડેલી બ્રીફિંગ પણ બંધ કરી છે. તેમણે તેને લઈને ટ્વિટ કર્યું હતું કે પ્રેસ બ્રીફિંગનો કોઈ અર્થ નથી. મીડિયા શત્રુતાપૂર્ણ સવાલો સિવાય બીજું કઈ પુછતું નથી. તેનાથી તેમને રેટિંગ મળે છે, જોકે અમેરિકાના નાગરિકોને ફેક ન્યુઝ સિવાય કઈ મળતું નથી. તેના એક દિવસ પહેલા વ્હાઈટ હાઉસનું બ્રીફિંગ માત્ર 20 મિનિટમાં જ પૂર્ણ થઈ ગયું હતું. આ દરમિયાન ટ્રમ્પે પત્રકારોના એક પણ સવાલનો જવાબ આપ્યો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here