શૂટિંગ પૂરું થવા પર વાણી કપૂરે કહ્યું, મેં આ ફિલ્મમાં પૂરા દિલથી કામ કર્યું

0
4

એક્ટ્રેસ વાણી કપૂરે તેની આગામી ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. ‘કાઈ પો છે’, ‘રોક ઓન’ અને ‘કેદારનાથ’ જેવી ફિલ્મના ડિરેક્ટર અભિષેક કપૂરની લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં વાણી કપૂર અને આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે. વાણીએ આયુષ્માનના હોમ ટાઉન ચંદીગઢમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. તે આ પ્રોજેક્ટ કર્યા પછી એક કલાકાર તરીકે ખુદને વધારે બેટર ફીલ કરી રહી છે.

ફિલ્મને લઈને વાણીએ કહ્યું, ‘ચંદીગઢ કરે આશિકી ફિલ્મ મારા માટે માત્ર એક વર્ડ ‘ખુશી’ છે. હું આના માટે અભિષેક કપૂરને આભાર કહેવા ઈચ્છું છું. તેણે માનવી તરીકે મારા પર ભરોસો કર્યો. એક કલાકાર તરીકે અમે ઘણી ભૂમિકા અને તૈયારી કરી. પણ આ ફિલ્મમાં મેં પૂરા દિલથી અને ઘણી મહેનતથી કામ કર્યું છે.’

આ ફિલ્મે મને ઘણી યાદો અને અનુભવ આપ્યા

વાણીએ આગળ કહ્યું, ‘મને આ અનુભવનો ફાયદો મળ્યો. અભિષેક અને આયુષ્માન જેવા ક્રિએટિવ જીનિયસ સાથે કામ કરવું સૌભાગ્ય હોય છે. આ ફિલ્મ પૂરી કરવાનો અનુભવ ખટ-મીઠો રહ્યો હતો. માટે મને ઘણી યાદો અને અનુભવ મળ્યા, જે મને હંમેશાં યાદ રહેશે. હું ફિલ્મ દર્શકો સુધી પહોંચે તેની રાહ જોઈ રહી છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here