Thursday, February 6, 2025
HomeદેશવિદેશINTERNATIONAL: કેનેડામાં 'બર્થ ડે બોય' સહિત 3 ભારતીયનાં મોત.....

INTERNATIONAL: કેનેડામાં ‘બર્થ ડે બોય’ સહિત 3 ભારતીયનાં મોત…..

- Advertisement -

કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયાના બ્રેમ્પટનમાં ગુરુવારે મધ્યરાત્રિએ લગભગ 1:30 વાગ્યે એક કાર અન્ય વાહન સાથે અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બર્થડે પાર્ટી મનાવી પરત ફરી રહેલા બર્થડે બોય સહિત 3 ભારતીયોના કરુણ મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીય યુવકોમાં બે સગા ભાઈ અને મિત્રનો સમાવેશ થાય છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ માર્ગ અકસ્માતમાં અન્ય કોઈ વાહનની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે વાહનને પણ કબજે લેવામાં આવ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાહનની ઝડપને કારણે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.

2 મૃતકો ચંદીગઢના અને 1 પુણેનો રહેવાસી હતો જેમાં મૃતકોનાં નામ 23 વર્ષીય રિતિક છાબરા અને તેનો ભાઈ 22 વર્ષીય રોહન છાબરા તેમજ તેમનો 24 વર્ષીય મિત્ર ગૌરવ ફાસગે હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેની માહિતી પોલીસે આપી હતી. રિતિક અને રોહન ચંદીગઢના હતા અને ગૌરવ પુણે, મહારાષ્ટ્રનો હતો.

આ દિવસે રિતિક છાબરાનો જન્મદિવસ હતો. મોડી રાતે ત્રણેય જન્મદિવસની પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જન્મદિવસે જ બર્થડે બોય અને તેના મિત્રોના મોત થતાં તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે.

ત્રણેય એક સલૂનમાં કામ કરતા હતા અને સલૂનના માલિકે ત્રણેયના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સલૂન માલિકે જણાવ્યું કે તે ત્રણેય સાથે દર અઠવાડિયે લગભગ 40 કલાક કામ કરતા હતા અને ત્રણેય છોકરાઓ તેમના પરિવારના સભ્યો જેવા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતના દિવસે તેઓ એક રિતિકના જન્મદિવસની ઉજવણી કરવા બહાર ગયા હતા, પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેમની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણેયનાં મોત થયાં હતાં.

નોંધનીય છે કે 2023માં છપાયેલા એક મીડિયા રિપોર્ટમાં WHOને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતને કારણે દર મિનિટે બે લોકોના મોત થઈ રહ્યા છે, દરરોજ 3200 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular