Sunday, November 28, 2021
HomeIAFએ સરકારને એરસ્ટ્રાઈકનાં પુરાવાઓ સોંપ્યા, કહ્યું- સ્ટ્રાઈકમાં 80% બોમ્બ નિશાના પર ઝીંકાયા
Array

IAFએ સરકારને એરસ્ટ્રાઈકનાં પુરાવાઓ સોંપ્યા, કહ્યું- સ્ટ્રાઈકમાં 80% બોમ્બ નિશાના પર ઝીંકાયા

નવી દિલ્હીઃ આતંકી અડ્ડાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી એરસ્ટ્રાઈક પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સંબંધિત દસ્તાવેજો સોંપ્યા છે. આ પુરાવાઓમાં તમામ તસવીરો સરકારને સોંપી દેવાઈ છે. સાથે જ ચૂકી ગયેલા નિશાનાઓ અંગેના પણ પુરાવા આપવામાં આવ્યા છે.

વાયુસેનાએ સરકારને 12 પાનનો રિપોર્ટ સોંપ્યો
સૂત્રો પ્રમાણે વાયુસેનાએ સરકારને 12 પાનનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટનાં તે વિસ્તારની હાઈ રિઝોલ્યૂલેશન તસવીરો પણ મૂકી છે. જો કે, આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે કે નહી તે અંગેનો નિર્ણય હવે મોદી સરકાર જ લેશે.
એરસ્ટ્રાઈકમાં 80% બોમ્બ નિશાના પર
વાયુસેનાનાં પુરાવાઓ પ્રમાણે બાલાકોટમાં તેમણા 80 ટકા નિશાન યોગ્ય જગ્યાઓએ લાગ્યા હતા. એરસ્ટ્રાઈકમાં જ્યાં બોમ્બ  ફેંકવામા આવ્યા તે સીધા બિલ્ડીંગની અંદર જઈને બ્લાસ્ટ થયા હતા. આ જ કારણ છે કે તબાહી થઈ તે ઈમારતોનાં અંદરનાં ભાગે થઈ છે. મિસાઈલોને સીધી છત પર ફેંકાઈ હતી જે છતને ભેદીને સીધી ટાર્ગેટ પર જઈ ચઢી હતી. એરફોર્સે રજુ કરેલા રિપોર્ટ પ્રમાણે બાલાકોટમાં કરાયેલી એરસ્ટ્રાઈકમાં હાજર તમામ ટાર્ગેટને નષ્ટ કરી દેવાયા હતા.
26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં બાલાકોટ પર IAF દ્વારા કારયેલી એરસ્ટ્રાઈક બાદ તેના પુરાવા રજુ કરવા અંગે સતત ચર્ચાઓ થઈ રહી હતી. વાયુસેનાએ તેમનાં નિવેદનમાં કહ્યું હતુ કે, તેમનું મિશન સંપૂર્ણ રીતે સફળ થયુ છે. એવામાં પુરાવાઓ રજુ કરવાનો નિર્ણય સરકારે જ કરવાનો છે. વાયુસેનાનાં મુખ્ય એરચીફ માર્શલ ધનોઆએ કહ્યું હતું કે, જો પાકિસ્તાનનું કંઈ જ નુકસાન થયુ નથી તો તેમની વાયુસેના અમારા વિસ્તારમાં શા માટે આવી હતી.
હુમલામાં કોઈ નુકસાન થયુ નથીઃ પાકિસ્તાન
14 ફેબ્રુઆરીએ જૈશે પુલવામામાં આતંકી હુમલો કરાવ્યો હતો. જેની સામે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને જૈશનાં ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. એરસ્ટ્રાઈકમાં સેનાએ મિરાજ-2000નો ઉપયોગ કર્યો હતો અને જૈશનાં ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. તેમ છતા પાકિસ્તાન દાવો કરી રહ્યો છે કે તેમનું કોઈ નુકસાન થયુ નથી, ફક્ત થોડા ઘણા ઝાડ પડી ગયા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments