મિઝોરમનાં IAS કપલે બાળકોમાં કુપોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, શિક્ષણનું સ્તર સુધારવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે

0
13

IAS શશાંકા અલાએ મિઝોરમમાં લાઈવંગ્ટલાઈ જીલ્લામાં જીલ્લા મજિસ્ટ્રેટનું પદ સંભાળ્યું ત્યારે તેમણે રાજધાની આઈઝોલથી આશરે 290 કિમી દૂર એક વિસ્તારમાં પોતાના દીકરાને આંગણવાડીમાં મૂક્યો.

અહિ તેમણે જોયું કે, તેમનો દીકરો સરખા રાંધેલા ન હોય તેવા ભાત અને દાળનું પેકેટ આંગણવાડીમાંથી લઈને ઘરે આવતો હતો. તે આંગણવાડીમાં બાળકો માટે ભોજન બનતું નથી કારણકે આંગણવાડીના લોકો રસોઈ બનાવવા માટે શાકભાજી કે દાળ ખરીદી શકવા સક્ષમ નથી. શાકભાજી ઘણી મોંઘી લાગે છે.

ઘરે શાકભાજી અને ફળ વાવ્યા

આ વાત સાંભળીને શશાંકાએ પોતાના બંગલાના એક ભાગને ગાર્ડનમાં બદલી દીધું અને ત્યાં શાકભાજી વાવવાનું શરુ કર્યું. આ ઘરમાં એક મસ્ત ગાર્ડન તૈયાર થઇ ગયું. આથી શશાંકાના મનમાં વિચાર આવ્યો કે આ કામ સ્કૂલોમાં પણ કરી શકાય છે.

આ વિચારની સાથે તેમણે સ્કૂલમાં ફળ અને શાકભાજી વાવવાની યોજના બનાવી. તેમના પ્રયત્નોથી ઘણી સ્કૂલમાં સુંદર બગીચા બન્યા અને કુપોષણનો શિકાર થયેલા બાળકોને આંગણવાડીમાં ભરપેટ ભોજન મળવા લાગ્યું. હવે શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે ભેગા મળીને શાકભાજી અને ફળ વાવે છે.

ત્યારબાદ આ કપલે પાડોશી ગામ સિયાહ માટે કામ કરવાનું શરુ કર્યું. સિયાહ એક એવું ગામ છે જ્યાં પાકા રસ્તા ન હોવાથી બાળકો વરસાદના દિવસોમાં સ્કૂલે જઈ શકતા નથી. તેની સૌથી વધારે અસર બાળકોના અભ્યાસ પર થાય છે . આ ગામની સરકારી સ્કૂલને બદલવાની જવાબદારી શશાંકાના પતિ ભૂપેશે કરી.

આ સ્કૂલમાં લાઈબ્રેરી પણ નહોતી અને ગેમ્સ રમવા માટે અલગ પીરિયડ પણ નહોતા. ભૂપેશે ફંડની મદદથી 20 સ્કૂલમાં સ્પોર્ટ્સ મટિરિયલ સપ્લાય કર્યું અને 12 સ્માર્ટ ક્લાસરૂમની શરુઆત કરાવી.

ભૂપેશ અને શશાંકા બંને IIT ગ્રેજ્યુએટ છે. આ કપલને 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પર મિઝોરમના મુખ્યમંત્રીએ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા.

લાઈવંગ્ટલાઈમાં 35.3% અવિકસિત બાળકો, 21.3% ઓછા વજનવાળા અને 5.9% ગંભીર રૂપથી કુપોષિત બાળકો હતા, આ બધાની ઉંમર 5 વર્ષથી ઓછી હતી. કપલના પ્રયત્નોને લીધે કુપોષણનું સ્તર 35%થી 17.93% પર આવ્યું છે.

ભૂપેશે જણાવ્યું કે, સ્કૂલોમાં જરૂરી સુવિધા આપવાની સાથે એડફિક્સ હોવું પણ જરૂરી હતું. એડફિક્સ એક ક્લાઉડ બેઝ્ડ મોબાઈલ એપ છે. તેની શરુઆત કપલે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અલગ-અલગ સ્કૂલોમાં કરાવી છે. તેનાથી વિદ્યાર્થીઓની અભ્યાસ દરમિયાન ઘણી મુશ્કેલી ઓછી થઇ છે.

ભૂપેશ અને શશાંકાનું સપનું છે કે, આ બાળકો ઘણું ભણે અને આગળ જઈને દેશનું નામ રોશન કરે. તે બંને તમામ બાળકોના રોલ મોડલ બનવા માગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here