IBPSએ ઓફિસર સ્કેલ-1નું ફાઇનસ રિઝલ્ટ જાહેર કર્યું

0
2

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ દેશભરની રિજનલ રૂરલ બેંકોમાં ઓફિસર સ્કેલ-1ની પોસ્ટ્સ પર ભરતી માટે લેવામાં આવેલી સિલેક્શન પ્રોસેસનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી દીધું છે. IBPSએ CRP RRB-IX ઓફિસર સ્કેલ-1 ઓનલાઇન મેન એક્ઝામ અને ઇન્ટરવ્યૂના સંયુક્ત પરિણામો ઓફિશિયલ વેબસાઇટ ibpsonline.ibps.in પર જાહેર કરી દીધાં છે. IBPS ઓફિસર સ્કેલ-1 માટે લેવામાં આવેલી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં સામેલ થયેલા ઉમેદવારો વેબસાઇટ પર જઇને તેમનું રિઝલ્ટ ચેક કરી શકે છે.

ઇન્સ્ટિટ્યૂટે ફાળવણીનું રિઝલ્ટ જાહેર કર્યું

IBPSએ RRB ઓફિસર સ્કેલ-1 ભરતી પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવાની સાથે જ સફળ કેન્ડિડેટ્સ માટે કેટેગરી, પ્રેફરન્સના આધારે ફાળવણીનું રિઝલ્ટ પણ જાહેર કરી દીધું છે. ઉમેદવારો તેમની ફાળવેલ પોસ્ટનું રિઝલ્ટ ઓનલાઇન પણ ચેક કરી શકે છે. જો કે, IBPSએ પ્રોવિઝલ અલોટમેન્ટ નોટિસ જાહેર કરીને જણાવ્યું કે, ઉમેદવારોને ફાળવવામાં આવેલી પોસ્ટ્સ અનૌપચારિક છે, જેનું કન્ફર્મેશન નિયત યોગ્યતાના માપદંડના આધારે તેમના પ્રમાણપત્રોની ચકાસણી પછી આપવામાં આવશે.

IBPSની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર અને પાસવર્ડ અથવા બર્થ ડેટ નાખીને લોગ ઇન કરશો એટલે રિઝલ્ટ ડિસ્પ્લે થઈ જશે

IBPSની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર અને પાસવર્ડ અથવા બર્થ ડેટ નાખીને લોગ ઇન કરશો એટલે રિઝલ્ટ ડિસ્પ્લે થઈ જશે

રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

સૌપ્રથમ IBPSની વેબસાઇટ ibpsonline.ibps.in પર જાઓ.

હોમપેજ પર લેટેસ્ટ સેક્શનમાં આપવામાં આવેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.

નવાં પેજ પર તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર અને પાસવર્ડ અથવા બર્થ ડેટ નાખીને લોગ ઇન કરો.

લોગ ઇન કરતાં જ રિઝલ્ટ તમારી સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.

પ્રિન્ટ લીધાં બાદ રિઝલ્ટની સોફ્ટ કોપી પણ સેવ કરી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here