સુરત : ઉન વિસ્તારમાં સર્વે માટે ગયેલી આશાવર્કર બહેનોના આઈકાર્ડ,કાગળો ઝૂંટવી લઈ ખરાબ વર્તન કરાયું

0
9

સુરત. શહેરમાં આજે કોરોનાના વધુ એક પોઝિટીવ કેસ સામે આવ્યો છે. જેથી શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 28 પર પહોંચી ગઈ છે. આજે શહેરમાં કુલ 12 શંકાસ્પદોને દાખલ કરવામાં આવ્યાં છે. કુલ 304 શંકાસ્પદમાંથી 273 નેગેટિવ આવ્યાં છે. હજુ 5 કેસના રિપોર્ટ આવવાના પેન્ડિંગ છે. કોરોના સર્વે કરી રહેલી બહેનો સાથે ઉન વિસ્તારમાં ખરાબ વર્તન કરવામાં આવ્યાનું સામે આવ્યું છે.

ઉન વિસ્તારમાં ખરાબ વર્તન

એક દિવસમાં એક આશાવર્કર આશરે 250થી વધુ ઘરોનો સરવે કરે છે. જો કે આ કામગીરી દરમિયાન આશાવર્કર બહેનો સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. શહેરના ઉન વિસ્તારમાં કોરોનાના સર્વે માટે ગયેલી આશાવર્કર બહેનોના આઈકાર્ડ ફાડી નાખી તેઓને ગાળો આપવામાં આવી રહી છે. ઉન વિસ્તારમાં આવેલા રહેમતનગર, વસીમનગર, નુરાનીનગર, મદનીનગર, તિરુપતિનગર સી, ડી, ઈ, એફ જેવા વિસ્તારોમાં લોકો તેમને મારવા દોડવા હતા. સાથે જ સર્વેના કાગળો ફાડી નાખ્યા હતા. જેને લઈને સર્વેની કામગીરી કરવી મુશ્કેલી બની છે.

36 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટિવ

સલાબતપુરા ધામલાવાડમાં વલ્લભજીવનમાં રહેતા 32 વર્ષનો અંકુર વરસોલીવાલાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્મીમેરમાં અંકુરના સેમ્પલનો ટેસ્ટ પોઝિટિવ આવતાં આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

એપીએમસીમાંથી શાકભાજી લાવતા હતા

વરાછા ઝોન ઓફીસની પાસે આવેલા દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા અને એ.પી.એમ.સી માર્કેટમાં નોકરી કરતા કનૈયાલાલ ઠાકોરદાસ મોદી (ઉ,વ, ૬૩)નાં સેમ્પલ કોમ્યુનીટી ટેસ્ટીંગ દરમિયાન લેવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ આ બીજો એવો કેસ છે કે જે કોમ્યુનીટી ટેસ્ટીંગના આધારે બહાર આવ્યો છે. કનૈયાલાલ મોદી શરદી-ખાંસીના લક્ષણો હોવાથી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ડિસ ઈન્ફેક્શનની કામગીરી

કુલ 1663 લોકો હોમ ક્વોરેન્ટીન હેઠળ છે. જેમાં 195 સરકારી અને 7 વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટીનમાં છે. આમ કુલ 1865 વ્યક્તિઓ ક્વોરેન્ટીનમાં છે. શહેરમાં આજ સુધી 38552 સ્થળોએ તેમજ આજ રોજ 2854 સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. જેમાં ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી.બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો પર સેનિટાઇઝેશન અને ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here