ICCએ ટી-20 વિશ્વકપના કાર્યક્રમનું કર્યું એલાન, જાણો ટીમ ઈન્ડિયા કયા દિવસે રમશે મેચ

0
20

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ મંગળવારે આઈસીસી ટી-20 વિશ્વકપ 2020ના કાર્યક્રમની ઘોષણા કરી દીધી છે. આ પહેલી તક હશે જેમાં પુરુષો અને મહિલા ટુર્નામેન્ટ ઈવેંન્ટના રૂપમાં આયોજિત થશે. આ ટૂર્નામેન્ટ એક જ વર્ષે એક જ દેશમાં રમાડવામાં આવશે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાએ યજમાન દેશ છે. જે મહિલા અને પુરુષ ટુર્નામેન્ટનું આયોજન કરશે.
જોકે, ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક નિરાશાના સમાચાર છે. ભારત અને પાકિસ્તાન બંને અલગ-અલગ ગ્રુપમાં હોવાને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ગ્રુપ રાઉન્ડમાં એકપણ મેચ નહીં રમાશે.

મહિલા ટી-20 વિશ્વકપ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે

જણાવી દઈએ કે મહિલા ટી-20 વિશ્વકપ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રમાડવામાં આવશે. ત્યાં જ પુરુષોનો ટી-20 વિશ્વકપ 18 ઓકટોબરથી 15 નવેમ્બર સુધી આયોજીત થશે.

મહિલા અને પુરુષ ટી-20 વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. જે મુકાબલા 8 શહેરોના 13 સ્થાનો પર યોજાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ શનિવારે 24 ઓકટોબરે દક્ષિણ આફ્રીકા સામે પર્થ સ્ટેડિયમમાં થશે. આ જ પ્રકારે ભારતીય મહિલા ટીમની પ્રથમ મેચ 21 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમાશે.

આઈસીસી મહિલા ટી-20 વિશ્વકપ ગ્રુપ આ પ્રકારે છે

  • ગ્રુપ એ- ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ભારત, શ્રીલંકા,
  • ગ્રુપ બી- ઈંગ્લેન્ડ, વેસ્ટઈંડીઝ, દક્ષિણ આફ્રીકા, પાકિસ્તાન,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here