ICCએ ફગાવી PAK સાથે સંબંધ પૂર્ણ કરવાની માગ, કહ્યું કંઇક આવું

0
30

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિસદે ‘આતંકવાગ ઉત્પન્ન’ કરનાર દેશો સાથે સંબંધ તોડવાના બીસીસીઆઇના આગ્રહને ફગાવી દેતા કહ્યું કે આ પ્રકારના કેસમાં આઇસીસીની કોઇ ભૂમિકા નથી. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોની શહીદી બાદ BCCIએ આઇસીસીને પત્ર લખીને વૈશ્વિક સંસ્થા અને એના સભ્ય દેશોથી આતંકીઓને આશ્રય આપતા દેશઓ સાથે સંબંધ તોડવાની અપીલ કરી હતી.

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, ‘એવી કોઇ શક્યતા નથી કે આ પ્રકારની ચીજ હોય. આઇસીસી ચેરમેનએ સ્પષ્ટ કરી દીધું કે કોઇ દેશને બહિષ્કૃત કરવાનો નિર્ણય સરકારના સ્તર પર કરવું જોઇએ અને આઇસીસીનો કોઇ એવો નિર્ણય નથી. બીસીસીઆઇને આ વાતની જાણ હતી, પરંતુ તેમ છતાં એને પ્રયત્ન કરીને જોયો.’

બીસીસીઆઇના પત્રમાં પાકિસ્તાનનો સંદર્ભ નહતો જેની પર ભારતે આતંકીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દો શનિવારે ચેરમેન શશાંક મનોહરની અધ્યક્ષતમાં થયેલી આઇસીસીની બોર્ડ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો, પરંતુ એમેન વધારે સમય આપવામાં આવ્યો નહીં.

ભારતીય ક્રિકેટ ટીમને આગામી વિશ્વ કપ દરમિયાન 16 જૂને પાકિસ્તાન સામે ટક્કર મારી છે. પુલવામા હુમલા બાદ બંને દેશોની વચ્ચે રાજકીય તણાવના કારણે આ મેચનો બહિષ્કારની માગ કરવામાં આવી રહી છે.

ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલા પ્રશાસકોની સિમિતિએ જોકે અત્યાર સુધી આ મામલે કોઇ નિર્ણય નહીં કરતાં કહ્યું કે એ સરકારનો દ્રષ્ટિકોણ જાણશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here