- Advertisement -
સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ક્રિકેટર અંબાતી રાયુડુને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ કરવા માટે સસ્પેન્ડ કર્યો છે. રાયુડુને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડે વખતે શંકાસ્પદ બોલિંગ માટે રિપોર્ટ કરાયો હતો અને તેને 14 દિવસની અંદર રિપોર્ટ કરી પોતાની એક્શન ટેસ્ટ કરાવવાની હતી. જોકે રાયુડુએ પોતાની એક્શનની ટેસ્ટ ન કરાવતા તે જ્યારે સુધી એક્શન ક્લિયર ન કરાવે ત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ નહીં કરી શકે. તેમ છતાં રાયુડુ ડોમેસ્ટિક ક્રિકેટમાં બોલિંગ કરી શકશે.