Tuesday, December 7, 2021
HomeICC વનડે રેન્કિંગમાં વર્લ્ડની નંબર 1 બેટ્સમેન બની સ્મૃતિ મંધાના
Array

ICC વનડે રેન્કિંગમાં વર્લ્ડની નંબર 1 બેટ્સમેન બની સ્મૃતિ મંધાના

ભારતીય મહિલા ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઇ છે. મંધાનાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ 3 વનડેની સીરિઝમાં શાનદાર રન બનાવ્યા જેની મદદથી તેણે શનિવારે બહાર પડેલી નવી રેન્કિંગમાં 3 ક્રમની છલાંગ લગાવી. મંધાનાએ આ સીરિઝમાં એક સેન્ચુરી અને 90* રનની ઇનિંગ્સ રમી. મંધાનાના હવે 751 પોઇન્ટિંગ છે, જ્યારે બીજા સ્થાને રહેલી એલિસ પેરી મંધાનાથી 70 પોઇન્ટ્સ (681) પાછળ છે.

આ સીરિઝમાં મંધાના પોતાના વન-ડે કરિયરની ચોથી સેન્ચુરી ફટકારી, તે હવે વન ડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી અને મેગ લેનિંગથી ઉપર પહોંચી ગઇ છે. મંધાના 2018ની શરૂઆતથી વનડેમાં શાનદાર ફોર્મમાં છે. તે 2018થી અત્યાર સુધી 15 મેચોમાં 2 સેન્ચુરી અને 8 હાફ સેન્ચુરી ફટકારી ચૂકી છે.

મંધાના ઉપરાંત આ રેંકિંગમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટન એમી સેવરસેટન પણ 10 સ્થાનનો લાભ થયો છે. એમીએ ભારત વિરુદ્ઘ 2 હાફ સેન્ચુરી બનાવી હતી અને તે હવે ચોથા સ્થાને પહોંચી ગઇ છે. બીજી તરફ ભારતીય કેપ્ટન મિતાલી રાજને એક સ્થાનનું નુકસાન થયુ છે અને તે હવે પાંચમા સ્થાને સરકી ગઈ છે. ન્યૂઝીલેન્ડની પૂર્વ કેપ્ટન સૂઝી બેટ્સને 1 સ્થાનને ફાયદો થયો છે. હેમિલ્ટનમાં હાફ સેન્ચુરી ફટકારનારી સૂઝી હવે રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઇ છે. બેટ્સની આ ઈનિંગના સહારે ન્યૂઝીલેન્ડ ભારતને ત્રીજી વન-ડેમાં હરાવ્યુ હતુ. ભારતે 2-1થી આ સીરિઝ પોતાના નામે કરી હતી.

ભારતની યુવા ખેલાડી જેમિમા રોડ્રિગ્સ જેણે કીવી ટીમ વિરુદ્ધ પહેલી વનેડમાં 81*રનની ઇનિંગ રમી હતી તેણે રેન્કિંગમાં 64 ક્રમોની છલાંગ લગાવી છે. ગત વર્ષે માર્ચમાં ડેબ્યૂ કરનારી 18 વર્ષની રોડ્રિગ્સ અત્યાર સુધી 7 વનડે રમી ચૂકી છે અને તે હવે ICC રેન્કિંગમાં 61માં સ્થાને પહોંચી ગઇ છે. બોલિંગની વાત કરીએ તે સ્પિન બોલર પૂનમ યાદવ અને દીપ્તિ શર્માએ 5-5 સ્થાનનો કૂદકો લગાવ્યો છે. આ બંને સ્પિનર્સ અનુક્રમે 8મા અને 9મા સ્થાને પહોંચી ગઈ છે. પૂનમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ 6 જ્યારે દીપ્તિએ 5 વિકેટો ઝડપી હતી. સીરિઝમાં 5 વિકેટ લેનારી એકતા બિષ્ટ 9 સ્થાનના વધારા સાથે 13મા ક્રમે પહોંચી ગઇ છે.

ટીમ ઈન્ડિયાની અનુભવી બોલર ઝૂલન ગોસ્વામી, જેણે બીજી વન-ડેમાં શાનદાર બોલિંગ (3-23) કરી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેને પણ એક સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે ચોથા ક્રમે પહોંચી ગઇ છે. મહિલા રેન્કિંગમાં ભારતીય બોલર્સ ઝૂલન સૌથી ઉપર છે, જે ટૉપ 5માં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે. બોલિંગ રેન્કિંગમાં ઝૂલનથી આગળ 3 ખેલાડીઓમાં પાકિસ્તાનની સના મીર, મેગન સ્કટ( ઓસ્ટ્રેલિયા) અને મરીઝેન કેપ (સાઉથ  આફ્રિકા ) છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments