આઈસીસી વિશ્વકપ 2019માં ભારતીય ક્રિકેટ ટીમનો સામનો આજે એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશ સાથે ભારતીય સમયાનુસાર 3 કલાકે શરૂ થશે. ટૂર્નામેન્ટમાં અજેય રહેલી ભારતીય ટીમને તેના પાછલી મેચમાં ઈંગ્લેન્ડ સામે હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો, જેના કારણે હવે એક હાર પણ ટૂર્નામેન્ટમાં ઘણા આંકડાઓ બદલી શકે છે. આપને જણાવી દઇએ કે, બાંગ્લાદેશ એક એવી ટીમ છે જેના પર વિશ્વકપમાં સારા પ્રદર્શનની આશા દરેકને હતી પરંતુ હાલમાં જે રીતે આ ટીમ ક્રિકેટ રમી રહી છે તેણે દરેકને ચોંકાવી દીધા છે.
ભારતીય ટીમની સેમીફાઈનલમાં પહોચવાની સંભાવનાઓ સૌથી વધારે છે, ત્યારે માત્ર એક જ પોઇન્ટ મળતા પણ તે સેમીફાઈનલની ટીકીટ મેળવી શકશે. એટલે કે ભારતને તેની આવાનારી બંન્નેમાંથી કોઇ એક મેચમાં વરસાદ નડે છે તો પણ તે એક પોઇન્ટ મેળવી સેમીફાઈનલમાં પહોચી જશે. ભારતીય ટીમને સેમીફાઈનલમાં જવા માટે માત્ર એક જ પોઇન્ટની જરૂર હોવાથી તેને સેમીફાઈનલની ટીકીટ બાંગ્લાદેશ સામે જીત મેળવીને મળે તો કોઇ નવાઇ નહી. પરંતુ જો ભારતને બાંગ્લાદેશ વિરુદ્ધ હાર મળે છે તો તેને આવનારી મેચ શ્રીલંકા સામે રમવાની રહેશે જેમા કરો યા મરોની સ્થિતિ ઉભી થઇ શકે છે
બાંગ્લાદેશની ટીમ જે રીતે આ ટૂર્નામેન્ટમાં રમી રહી છે તે જોતા ભારતીય ટીમ તેને હળવાશમાં લેવાનો પ્રયત્ન નહી જ કરે. આપને યાદ હશે કે 2007 વિશ્કપમાં આ ટીમે ભારતને માત આપી હતી અને શરૂઆતમાં જ તેને ટૂર્નામેન્ટથી બહારનો રસ્તો બતાવ્યો હતો. એવામાં ભારતીય ટીમ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેચ જીતવાનો પ્રયત્ન કરી શકે છે
બાંગ્લાદેશ મેચ પહેલા ટીમ ઈંન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતયી ટીમનાં ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકર ઈજાનાં કારણે વિશ્વકપથી બહાર થઇ ગયો છે. વિજય ભારતનો બીજો ખેલાડી છે કે જે આ ટૂર્નામેન્ટમાં વિશ્વકપથી બહાર થઇ ગયો છે. આ પહેલા શિખર ધવન પણ અંગૂઠામાં ઈજા થવાનાં કારણે વિશ્વકપથી બહાર થઇ ગયો હતો.
.