ICICI બેન્કે પણ ઘટાડ્યા હોમ લોનનાં વ્યાજ દર : 10 વર્ષમાં સૌથી સસ્તો થઇ ગયો રેટ.

0
3

જો તમે મકાન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે સૌથી સારો સમય ચાલી રહ્યો છે. ICICI બેન્કે પણ પોતાના હોમ લોનના રેટમાં ઘટાડો કરને તેને 10 વર્ષના સૌથી નીચલા સ્તરે લાવી દીધો છે. આ અગાઉ એસબીઆઇ, કોટક જેવી ઘણી અન્ય બેન્કો પણ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરી ચુકી છે.

ICICI બેન્કે પોતાના હોમ લોન પર વ્યાજ દરને ઘટાડીને 6.70 ટકા સુધી લાવી દીધો છે. આ બેન્કનો છેલ્લા 10 વર્ષનો સૌથી સસ્તો હોમ લોન રેટ છે. આ લોન રેટ 5 માર્ચ એટલે કે આજથી જ લાગુ થઇ ગયો છે. આઇસીઆઇસીઆઇ બેન્કનું કહેવું છે કે 75 લાખ રુપિયા સુધીની હોમ લોનવાળા ગ્રાહકોને આ વાજબી દરનો લાભ મળશે. 75 લાખ રુપિયાથી ઉપરની લોન ધરાવતા ગ્રાહકો માટે બેન્કે 6.75 ટકાનો વ્યાજ દર નિર્ધારિત કર્યો છે. આ સસ્તો દર હાલ 31 માર્ચ સુધી જ છે.

મહત્વનું છે કે ભારતીય રિઝર્વ બેન્કે નીતિગત દરોને ઘણાં નીચલા સ્તરે લાવી દીધા છે. જેના કારણે બન્કો માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું સરળ થઇ ગયું છે. ભારતીય બેન્કો દ્ધારા નક્કી કરવામાં આવેલા રેપો રેટ હાલ 4 ટકા છે. આ દર એ દર હોય છે જેની પર બેન્કોને રિઝર્વ બેંકથી લોન મળે છે. એટલે કે બેન્કોને રિઝર્વ બેન્ક પાસેથી સસ્તા દરે લોન મળી રહી છે. જેનો લાભ તેઓ ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here