Saturday, April 20, 2024
HomeICSE બોર્ડ એક્ઝામ 2021 : 10મા અને 12મા ધોરણનું પરિણામ જાહેર
Array

ICSE બોર્ડ એક્ઝામ 2021 : 10મા અને 12મા ધોરણનું પરિણામ જાહેર

- Advertisement -

CISCE (કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન)નું 10મા અને 12મા ધોરણનું પરિણામ આજે બપોરે 3 વાગ્યે જાહેર થઈ ચૂક્યું છે. પરિણામની તારીખ જાહેર કરતાં પહેલાં બોર્ડે જણાવ્યું હતું કે આ વખતે 10મા અને 12મા ધોરણની આન્સર કીનું રી ચેકિંગ કરવાની પરમિશન નહિ મળે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ અને SMSનાં માધ્યમથી પોતાનું પરિણામ જોઈ શકે છે.

6 વર્ષનાં રેકોર્ડને આધારે પરિણામ જાહેર કરાયું
આ વર્ષે બોર્ડે 12મા ધોરણનું પરિણામ વિદ્યાર્થીઓના 6 વર્ષના એકેડેમિક રેકોર્ડના આધારે નક્કી કર્યું છે. બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, 12મા ધોરણનું પરિણામ 10મા ધોરણના પરિણામ અને 11-12 ધોરણના પ્રેક્ટિકલમાં પ્રદર્શન અને પોજેક્ટને આધારે જાહેર કરવામાં આવશે. આ સિવાય જો કોઈ વિદ્યાર્થી આ મુલ્યાંકન નીતિથી સંતુષ્ટ ન હોય તો તેને કોરોનાની સ્થિતિ સામાન્ય બનતાં ફરી પરીક્ષા આપવાની તક મળશે.

આ વર્ષે રી ચેકિંગ પ્રોસેસ નહિ
આ વિશે સંસ્થાએ નોટિફિકેશન જાહેર કરી લખ્યું કે, વર્ષ 2021માં 10અને 12મા ધોરણની આન્સર શીટની રી ચેકિંગ પ્રોસેસ નહિ થાય. કારણ કે આ વર્ષે પરીક્ષા આયોજિત કરવામાં આવી નથી. આ વર્ષે કાઉન્સિલે કોરોના મહામારીને કારણે 10-12ની પરીક્ષા રદ્દ કરી હતી. તેવામાં પરીક્ષા ન લેવાના કેરણે કાઉન્સિલે આન્સર સ્ક્રિપ્ટ્સનું રી ચેકિંગ ન કરવાનો નિર્ણય લીધો છે.

કેલક્યુલેશન કરેક્શન માટે વિદ્યાર્થીઓ સ્કૂલોનો સંપર્ક કરી શકશે
CISCEએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ કેલક્યુલેશન કરેક્શન માટે લેખિતમાં સ્કૂલ્સનો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપલ તે અંગે નિર્ણય લેશે. વિદ્યાર્થીઓ દ્વારા અનુરોધમાં આપેલા તર્કોથી સંતુષ્ટ થવા પર સ્કૂલ પોતાની ટિપ્પણીઓ કાઉન્સિલને ફોરવર્ડ કરશે.

SMSનાં માધ્યમથી પરિણામ જોઈ શકાશે
વિદ્યાર્થીઓ SMSનાં માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે. તેના માટે વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ ફોન પર પોતાના ક્લાસ-10th/12thનું સાત ડિજિટનું યુનિક આઈડી ટાઈપ કરી 09248082883 મોબાઈલ નંબર પર સેન્ડ કરવાનું રહેશે.

વેબસાઈટ પર આ રીતે રિઝલ્ટ ચેક કરી શકાશે

  • સૌ પ્રથમ ઓફિશયિલ વેબસાઈટ www.cisce.org અથવા www.results.cisce.org ઓપન કરો.
  • હોમ પેજ પર ‘રિઝલ્ટ 2021’ની લિંક પર ક્લિક કરો.
  • હવે માગેલી તમામ ડિટેલ સબમિટ કરો.
  • ત્યારબાદ સ્ક્રીન પર તમારું રિઝલ્ટ ડિસ્પ્લે થઈ જશે.
  • તેને ડાઉનલોડ કરી ભવિષ્ય માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular