Friday, March 29, 2024
HomeISCE બોર્ડનો નિર્ણય : 1 જુલાઈથી થનાર ICSE પરીક્ષા પણ રદ્દ, અહીંયા...
Array

ISCE બોર્ડનો નિર્ણય : 1 જુલાઈથી થનાર ICSE પરીક્ષા પણ રદ્દ, અહીંયા પણ CBSEની એસએસમેન્ટ પ્રોસેસના આધારે રિઝલ્ટ નક્કી થશે

- Advertisement -

CBSE બોર્ડ પછી, કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) એ પણ જુલાઈમાં યોજાનારી 10મા અને  12મા ધોરણની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી જુલાઈથી પરીક્ષાઓ યોજાવાની હતી, જેને હવે CBSE બાદ CISCE બોર્ડ દ્વારા પણ રદ્દ કરવામાં આવી છે.

બોર્ડે કોર્ટને કહ્યું હતું કે તે CBSE પ્રક્રિયા મુજબ મૂલ્યાંકન કરશે. જોકે, બોર્ડની પરીક્ષા પછી લેવામાં આવશે કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ એસ.એસ. શિંદેની બેન્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરી હતી.

બોર્ડેઆપ્યો હતો ઓપ્ટ આઉટઓપ્શન

અગાઉ બોર્ડે વિદ્યાર્થીઓને પરીક્ષા છોડી દેવાનો વિકલ્પ પણ આપ્યો હતો, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીએ પરીક્ષા છોડી દેવાનું પસંદ કર્યું છે તેનું પરિણામ ઇન્ટરનલ એસએસમેન્ટના આધારે નક્કી કરવામાં આવશે. આ સંદર્ભે, મુંબઈ હાઈકોર્ટે આવા વિદ્યાર્થીઓને માર્કિંગ યોજના વહેંચવા બોર્ડને પણ નિર્દેશ આપ્યો હતો. જો કે, બોર્ડ દ્વારા હજી સુધી આવી કોઈ માર્કિંગ યોજના શેર કરવામાં આવી નથી.

રાજ્યસરકારેપરીક્ષાલેવામાટેનાપાડી

આ અગાઉ મુંબઈ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે તે રાજ્યમાં બોર્ડને પરીક્ષા લેવા દેશે નહીં. ખરેખર, રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. માર્ચમાં યોજાનારી પરીક્ષાઓ કોરોના અને લોકડાઉનને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular