ICSI CSEET : UG,PG કેન્ડિડેટ્સને CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં એડમિશન માટે છૂટ

0
0

ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)એ UG,PG કેન્ડિડેટ્સને CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં એડમિશન માટે યોજાનારી ICSI CSEETમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઇન્સ્ટિટ્યુટના આ નિર્ણય પછી કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કેન્ડિડેટ્સ CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં ડાયરેક્ટ એડમિશન લઈ શકે છે.

277મી બેઠકમાં આ નિર્ણય લીધો
આ વિશે ઇન્સ્ટિટ્યુટની વેબસાઈટ પર જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે 19 જૂને યોજાયેલી 277મી બેઠકમાં CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હવે ઓછામાં ઓછા 50% ધરાવનારા કેન્ડિડેટ્સને CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં ડાયરેક્ટ એડમિશન મળશે.

8-10 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી
ICSIએ 20મેના રોજ CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. આ પરિણામ ICSIની ઓફિશિયલ વેબસાઈટ icsi.edu પર જાહેર કર્યું હતું. પરીક્ષામાં 70.13% વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 8 અને 10મેના રોજ લેવાયેલી 200 માર્ક્સની પરીક્ષામાં 140 પ્રશ્નો પૂછ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here