ICSIએ જૂનમાં યોજાનારી પરીક્ષાનું શિડ્યૂલ બહાર પાડ્યું, ઉમેદવારો 15 જાન્યુઆરી સુધી ઓપ્ટ-આઉટ ફોર્મ જમા કરાવી શકશે

0
0

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા (ICSI)એ ફાઉન્ડેશન, એક્ઝિક્યૂટિવ અને પ્રોફેશનલ પરીક્ષાનું શિડ્યૂલ બહાર પાડ્યું છે. જાહેર કરવામાં આવેલાં નોટિફિકેશન મુજબ, CS ફાઉન્ડેશન, 2021ની પરીક્ષા 5-6 જૂન 2021ના રોજ લેવાશે. જ્યારે એક્ઝિક્યૂટિવ અને પ્રોફેશનલ પરીક્ષા 01 જૂનથી 10 જૂન દરમિયાન લેવામાં આવશે. ICSI દ્વારા જાહેર કરવામાં આવેલાં નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્સ્ટિટ્યૂટ 11થી 14 જૂન સુધી ડેટ્સ રિઝર્વ રાખશે. જેથી, પરીક્ષાની તારીખોમાં આગળ ફેરફાર કરી શકાય.

15 જાન્યુઆરી ઓપ્ટ-આઉટ ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ
જે વિદ્યાર્થીઓ ડિસેમ્બરની પરીક્ષા નહોતા આપી શક્યા તેઓ જૂન મહિનામાં પરીક્ષા આપી શકશે. ઓપ્ટ-આઉટ ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે. કોરોના રોગચાળાને કારણે ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીઓને પરીક્ષામાં હાજર રહેવાની બીજી તક આપી છે. આ વખતે CSની પરીક્ષા 21થી 30 ડિસેમ્બર દરમિયાન યોજાવાની છે. કોરોના વચ્ચે લેવામાં આવતી પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ માટે 45 નવાં સેન્ટર્સ ઉમેરવામાં આવ્યા છે. ત્યારબાદ હવે 262 સેન્ટર્સ પર પરીક્ષા લેવામાં આવશે. તેમાંથી 19 કેન્દ્રો નવાં શહેરોમાં છે અને બાકીના 26 કેન્દ્રો ભુવનેશ્વર, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, નવી મુંબઈ, થાણે અને મુંબઈ જેવાં શહેરોમાં છે.

21 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડ્યું
અગાઉ ICSIS 21મીથી શરૂ થતી CS એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET) 2020 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. ડિસેમ્બર માસમાં યોજાનારી આ પરીક્ષા આપનાર ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ icsi.edu પર જઇે ઓડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here