370મી કલમ સારી હતી તો કામચલાઉ કેમ રાખી હતી? : જે પી નડ્ડા

0
39

હૈદરાબાદ, તા. 19 ઓગસ્ટ 2019 સોમવાર

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર સીધો હુમલો કરતાં કહ્યું હતું કે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ ખરેખર સારી હતી તો છેક નહેરુજીના સમયથી એને કામચલાઉ કેમ રાખવામાં આવી હતી. એને કાયમી કેમ ન કરી દેવાઇ એનો જવાબ કોંગ્રેસ આપે.

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ સદા વોટબેંકનું રાજકારણ રમતી રહી છે. આજે પણ કહે છે કે 370 મી કલમ કામચલાઉ હતી. 70-70 વર્ષ સુધી એક કલમ કામચલાઉ શી રીતે રહી એ સમજાતું નથી, આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અખંડ રાષ્ટ્રની કલ્પના રજૂ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એની સામે વિરોધ છે.

નડ્ડાએ કહ્યું કે એક તબક્કે કો્ંગ્રેસ પાસે 400થી વધુ સાંસદો હતા જે અજોડ બહુમતી હતી. એ સમયે પણ કોંગ્રેસે ધાર્યું હોત તો આ કલમને કાયમી કરી શકી હોત. કલમ ખરેખ સારી હોય તો કેમ કાયમી ન કરી. કોણે કોંગ્રેસને રોકી હતી.

તેમણે એક વિરોધાભાસ રજૂ કરતાં કહ્યું કે જે લોકો ભાગલા ટાણે પાકિસ્તાનથી હૈદરાબાદ આવ્યા એ નેતા બની ગયા પરંતુ જે લોકો જમ્મુ કશ્મીર આવ્યા એ કોર્પોરેટર સુદ્ધાં ન બની શક્યા એવા ભેદભાવ કેમ પેદા કરાયા એ કોંગ્રેસ સમજાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here