Tuesday, March 19, 2024
Homeઅમદાવાદ : ટ્રાફિક જંક્શન પર ગ્રીન અને રેડ સિગ્નલ એક સાથે બંને...
Array

અમદાવાદ : ટ્રાફિક જંક્શન પર ગ્રીન અને રેડ સિગ્નલ એક સાથે બંને ચાલુ હોય તો ઇ-મેમો નહીં આવે

- Advertisement -

અમદાવાદ: શહેરના કેટલાક ટ્રાફિક સિગ્નલ પર છેલ્લા કેટલાક દિવસથી ગ્રીન અને રેડ સિગ્નલ એક સાથે ચાલુ હોવાના કારણે વાહનચાલકો મૂંઝવણમાં મુકાય છે. અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આવા સિગ્નલના ફોટો પાડી અને શેર કરી ટ્રાફિક પોલીસને ફરિયાદ કરી છે. જેને લઈ ટ્રાફિક પોલીસે ખુલાસો કર્યો છે કે, ટ્રાફિક સિગ્નલ પર LEDના મેઇન્ટેન્સનું કામ ચાલી રહ્યું છે જેના લીધે બંને લાઈટ ચાલુ રહે છે.

મેઈન્ટેન્સને પગલે ટેસ્ટિંગ
ટ્રાફિક ડીસીપી (એડમીન) તેજસ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે કેટલાક જંક્શન પર ટ્રાફિક સિગ્નલના મેઇન્ટેન્સની કામગીરી ચાલી રહી છે. જેથી બંને લાઈટ ચાલુ રાખી ચકાસણી કરવામાં આવી રહી છે. જે સિગ્નલ પર મેઇન્ટેન્સની કામગીરી ચાલે છે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ઇ ચલણની કામગીરી બંધ રાખવામાં આવે છે. જેથી લોકોને રેડ ટ્રાફિક સિગ્નલ ભંગની કે અન્ય ટ્રાફિક નિયમ ભંગ માટે ઇ મેમો આવશે તેની ચિંતા કરવાની જરૂર નથી.

સિગ્નલ મેઇન્ટેન્સનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ
ટ્રાફિક સિગ્નલ મેઇન્ટેન્સની કામગીરીની જવાબદારી સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સિગ્નલ મેઇન્ટેન્સ માટે પાંચ વર્ષનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ જરૂર પડે ત્યાં સિગ્નલ મેઇન્ટેન્સ કરવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular