ઘરમાં બાળકોનો સ્વભાવ ચિડિયો થઈ ગયો હોય તો તેમને કસરત કરવા માટે પ્રેરિત કરો, તેમની એનર્જીને યોગ્ય દિશા આપો

0
2

કોરોનાના જોખમથી બચવા માટે બધા લોકો લાંબા સમયથી ઘરોમાં કેદ છે. વડીલો તેમજ બાળકો માટે આ સમય મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, બાળકોની શક્તિને યોગ્ય દિશા આપવા માટે આ સરળ પગલાંને અનુસરો.

કસરત કરવા માટે પ્રેરિત કરો
વડીલોની સાથે બાળકો પણ કોરેનાથી સંબંધિત નકારાત્મક વાતો સાંભળી રહ્યા છે. તમે તણાવમાં આવશો તો બાળકો પણ ટેન્શનમાં રહેશે. તણાવ દૂર કરવા માટે બાળકોને કસરત અને મેડિટેશન કરવાનું કહો. જે ઘરના વડીલો ફિઝિકલ એક્ટિવિટી કરે છે, ત્યાં બાળકો જાતે જ કસરત કરતા શીખી જાય છે. એટલા માટે તમારે જાતે શિસ્તમાં રહેવું જોઈએ. તમારા બાળકોને પણ શિસ્તમાં રહેવાનું કહો.

યોગ્ય દિશા આપો
બાળકોમાં ઘણી એનર્જી હોય છે, જેને યોગ્ય દિશા આપવી જરૂરી છે. આવી સ્થિતિમાં દિવસમાં થોડો સમય બાળકોની સાથે પસાર કરો અને તેમની સાથે ગીત ગાવ અથવા ડાન્સ જેવી પ્રવૃતિ કરો. તેમની સાથે મળીને કોઈ પ્લે સીન કરો. જો બાળક થોડું મોટું હોય તો તેમને બાળપણની વાતો સંભળાવો. માતા-પિતા બાળકોની સાથે રમતગમત અથવા અન્ય કામમાં સામેલ હોય તો તેમનો આત્મવિશ્વાસ વધે છે. તમારે પણ આ વાતને સમજવી જોઈએ.

બાળકની લાગણી સમજો
બાળકોને કહો કે તમે તેમની લાગણીઓને સમજી શકો છો. તેમને પૂછો કે તેમને શું ખાવાનું ગમશે. ઘરના બધા સભ્યોએ દિવસમાં એક વખત સાથે બેસીને જમવું જોઈએ. તેઓ નાખુશ છે તો તેમને ગળે લગાડો. તેમને અમુક પ્રકારની માનસિક પ્રવૃત્તિ સાથે જોડો. આ તે સમય છે જ્યારે બાળકને વધુ પ્રેમની જરૂર હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here