Wednesday, September 28, 2022
Homeધર્મેન્દ્રસિંહની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે, કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત...
Array

ધર્મેન્દ્રસિંહની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે, કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત સામે ગુનો

- Advertisement -

વડોદરામાં ઓઈલ ચોરી પ્રકરણમાં બહુચર્ચિત બનેલા કરણી સેનાના આગેવાન અને ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં રજૂઆત દરમિયાન વડોદરા ભડકે બળશે તેવી ચીમકી આપનાર કરણી સેનાના આગેવાન સામે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે.

રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરાઇ હોવાનો આક્ષેપ

જવાહર નગર પોલીસ અને પીસીબીએ નરેન્દ્ર રોડ લાયન્સના ગોડાઉનમાં દરોડો પાડી ઇન્ડિયન ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરવાની ફરિયાદ નોંધી ગોડાઉન કીપર તેમજ ટેન્કરના ડ્રાઈવર સામે ફરિયાદ કરી હતી. પોલીસે ગોડાઉનના માલિક અને ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ એફઆઇઆરમાં નોંધ્યુ હતું. જેના વિરોધમાં કરણી સેનાએ ગઈ તા 25મી એ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

ધર્મેન્દ્રસિંહની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચના કહેવા મુજબ, આ દરમિયાન કરણી સેનાના આગેવાન રાજ શેખાવતે ધર્મેન્દ્રસિંહની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે તેમ નિવેદન કર્યું હતું. જેના આધારે પોલીસે રાજ શેખાવત સામે ગુનો દાખલ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular