SBI રિસર્ચ : ગેસના ભાવ વધ્યા તો ઉજ્જ્વલાના 25% ગ્રાહકોએ ફરી સિલિન્ડર ભરાવ્યા જ નથી

0
13

નવી દિલ્હી: LPG (રાંધણગેસ) સિલિન્ડરના વધતા ભાવ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને લાકડાં, કોલસા જેવા અશુદ્ધ ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પાડી રહ્યા છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 25% ગ્રાહકોએ ફરી સિલિન્ડર ભરાવ્યા જ નથી. આ ખુલાસો એસબીઆઇ રિસર્ચના તાજેતરના રિપોર્ટ ઇકોપ્રેપમાં થયો છે, જે મુજબ દિલ્હીમાં સબસિડી વિનાના સિલિન્ડરનો ભાવ ઓગસ્ટ, 2019માં 575 રૂ. હતો, જે ફેબ્રુઆરી, 2020માં 859 રૂ. થઇ ગયો છે.

દર વર્ષે 4 સિલિન્ડર મફત આપવા સહિત સૂચન પણ છે

રિસર્ચ દરમિયાન ડિસેમ્બર, 2018 સુધીમાં અપાયેલા 5.92 કરોડ કનેક્શન તથા 3 જૂન, 2019 સુધીમાં રિફીલ કરાયેલા સિલિન્ડરના રાજ્યવાર ડેટાનું વિશ્લેષણ કરાયું. ઉજ્જ્વલા યોજનાએ દેશભરમાં એલપીજી સિલિન્ડરની ઉપલબ્ધતાની સમસ્યા તો ઉકેલી નાખી છે પણ તેનો બોજ ઉઠાવવાની ક્ષમતા હજુ પણ સમસ્યારૂપ છે. આ સમસ્યા ઉકેલવા એસબીઆઇ રિસર્ચે ઘણા ઉપાય પણ સૂચવ્યા છે, જેમાં પસંદગીના પરિવારોને દર વર્ષે 4 સિલિન્ડર મફત આપવા સહિત આ સૂચન પણ છે.

57%એ 3થી વધુ વખત સિલિન્ડર ભરાવ્યો

રિફીલ લાભાર્થી
ક્યારેય નહીં 24.6%
1-2 વખત 17.9%
3 વખત 11.7%
4 કે વધુ 45.8%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here