એક પ્રેમીથી ધરાયેલી અને બીજાના પ્રેમમાં પડેલી એક મહિલાએ પોતાના પહેલા પ્રેમીથી છૂટવા માટે નાટક કરીને તેને મરવા માટે ઉશ્કેર્યો અને સાવ બુદ્ધિનો બળદિયો હોય તેમ પ્રેમી પણ પ્રેમિકાના વચન પર ગળેફાંસો ખાઈને મરી ગયો હતો પરંતુ સુસાઈડ નોટમાં સાચું કારણ લખ્યું હતું. યુપીના બાંદામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં પ્રેમ પ્રકરણના કારણે પરિણીત યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેણે સ્થળ પર છ પાનાની સુસાઈડ નોટ પણ છોડી હતી, જેમાં તેણે મહિલાને મોત માટે જવાબદાર ઠેરવીને પગલાં લેવાનું લખ્યું હતું. 22 વર્ષના પારસ ગુપ્તા ઉર્ફે માતા પ્રસાદે રવિવારે સાંજે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. લાંબા સમય સુધી તે રૂમમાંથી બહાર ન આવતા તેનો પુત્ર જીગરને બોલાવવા ગયો હતો. અનેકવાર ફોન કરવા છતાં પણ કોઈ જવાબ ન મળતાં તેણે બારીમાંથી ડોકિયું કર્યું. પિતાને અંદર ફાંસીથી લટકતા જોઈને તેણે ચીસો પાડી. માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરવાજો તોડી લાશ બહાર કાઢી. તલાશી દરમિયાન તેની પાસેથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી.
ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં પારસે લખ્યું હતું કે ‘મહિલા (તેની પ્રેમિકા)એ કહ્યું હતું કે જો તું મને ખરેખર પ્રેમ કરતો હોય મરીને દેખાડ તો હું સમજીશ કે તું મને પ્રેમ કરે છે. મહિલાની સલાહથી હું આત્મહત્યા કરી રહ્યો છું.
મહિલા બીજા કોઈ યુવાન સાથે પ્રેમમાં પડી હતી અને તેથી પારસને પોતાના માર્ગમાંથી હટાવવા માગતી હતી. તેથી તેણે લાગણીશિલતાનો ડોળ કર્યો અને પારસને મરવા માટે ઉશ્કેર્યો. સુસાઇડ નોટમાં પારસે લખ્યું છે કે તેની ગર્લફ્રેન્ડે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેણી કહે છે કે તે વાત કરી શકશે નહીં. તેના પર 70 હજાર રૂપિયાની લોન પણ છે. જે તેણે લીધો નથી. અંતે તેણે લખ્યું છે કે તે આઉટપોસ્ટ પોલીસને વિનંતી કરે છે કે તેની પ્રેમિકા અને તેના નવા પ્રેમી દયારામને ક્યારેય ન છોડે.