ડ્રગ્સના આરોપ પર બોલી કંગના, કહ્યું – જો સાબિત થશે તો હંમેશા માટે છોડી દઇશ મુંબઇ…

0
3

કંગના રનૌત અને શિવસેનાની વચ્ચે ચાલી રહેલ વાક યુદ્ધ હવે વધી રહ્યો છે. હવે મહારાષ્ટ્ર સરકારે કંગના રનૌતની ડ્રગ્સ કનેક્શનમાં તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે કંગનાના એક્સ બોયફેન્ડ અધ્યયન સુમનના એક જૂના ઇન્ટરવ્યૂ આધાર પર હવે કંગનાના ડ્રગ્સ લે છે કેમ તેની તપાસ થશે.

તો બીજી તરફ કંગનાએ કટાક્ષમાં મહારાષ્ટ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું, જો તે ડ્રગ્સ લેતી હશે તે વાત સાબિત થશે તો તે હંમેશાં માટે મુંબઈ છોડી દેશે. કંગનાએ કહ્યું હતું, ‘હું મુંબઈ પોલીસ તથા ગૃહ મંત્રી અનિલ દેશમુખની આભારી છું. તમે મારો ડ્રગ્સ ટેસ્ટ લો, મારા ફોન રેકોર્ડ્સ ચેક કરો અને જો તમને ડ્રગ પેડલર સાથેના મારા સંબંધો મળી આવે તો હું મારી ભૂલ સ્વીકારીશ અને હંમેશાં માટે મુંબઈ છોડી દઈશ…

શિવસેના નેતા સુનીલ પ્રભુ અને પ્રતાપે આ ઈન્ટરવ્યૂની કોપી મહારાષ્ટ્ર સરકારને સોંપી છે. જેમાં સુમને કંગના ડ્રગ લેતી હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેને પણ જબરદસ્તીથી ડ્રગનું સેવન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. જે બાદ સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્ર પોલીસ મામલાની તપાસ કરશે.

આ દરમિયાન કંગના રનૌતે પણ મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ પોલીસ અને ગૃહ મંત્રી અનિલ દેશમુખ દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી હું ખુશ છું. મારો ડ્રગ ટેસ્ટ કરો, મારા કોલ રેકોર્ડની તપાસ કરો અને જો કોઈ ડ્રગ ખેપીયા સાથેની લિંક મળશે તો હું મારી ભૂલ સ્વીકારીને મુંબઈ કાયમ માટે છોડી દઈશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here