કંગનાએ બિકીની તસવીર શૅર કરી તો સોશિયલ મીડિયા યુઝર્સે સંસ્કૃતિની યાદ અપાવી

0
0

રાજકીય નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી કંગનાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં બિકીની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કંગના બીચ પર બેઠેલી જોવા મળે છે. અલબત્ત, કંગનાની આ તસવીરને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાંક યુઝર્સે આ તસવીર પર નારાજગી પ્રગટ કરી છે. એક યુઝરે કંગનાને સંસ્કૃતિની યાદ અપાવીને કહ્યું હતું કે તેણે જે ઝાંસીની રાણીનું પાત્ર ભજવ્યું હતું, તેમાંથી કંઈક શીખવાની જરૂર છે.

કંગનાને મેક્સિકોને મોસ્ટ એક્સાઈટિંગ જગ્યા ગણાવી

આ તસવીર કંગનાની મેક્સિકો ટ્રિપની છે. એક્ટ્રેસે આ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘સુપ્રભાત દોસ્તો. હું જે પણ જગ્યાઓએ ગઈ છું, તેમાંથી સૌથી એક્સાઈટિંગ જગ્યામાંની એક મેક્સિકો છે. સુંદર, પરંતુ અનપ્રિડિક્ટેબલ જગ્યા. આ મેક્સિકોના એક નાનકડાં આઈલેન્ડ તુલુમની તસવીર છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here