પાકિસ્તાન એરસ્પેસ બંધ કરે તો ભારત સમુદ્રી રસ્તો બંધ કરે: સુબ્રમણ્યમ સ્વામી

0
30

રાજ્યસભાના સદસ્ય સુબ્રમÎયમ સ્વામીએ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારને સલાહ આપતા કહ્યું કે જો પાકિસ્તાન ભારતીય વિમાનો માટે પોતાનો એર સ્પેસ બંધ કરી દે તો ભારતે કરાચી પોર્ટ જનારા સમુદ્રી જહાજોને પણ અરબ સાગરમાંથી પસાર થવા દેવા જોઈએ નહી.

સ્વામીએ આ નિવેદન તે રિપોર્ટસ બાદ આવ્યું છે જેમાં કહેવાયું છે કે પાકિસ્તાન ભારતના વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કરવાનું વિચારી રહ્યું છે. ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરંાે આપતી કલમ 370ને રદ કરાયા બાદ પાકિસ્તાન આ પ્રકારનું પગલું ભરી શકે છે.
સ્વામીએ ટંીટ કરીને કહ્યું કે નમો સરકારને મારી સલાહ. જો પાકિસ્તાન આપણા વાણિજ્ય અને નાગરિક વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દે તો ભારતે કરાચી પોર્ટ માટે અરબ સાગર (જેનુ નામ બદલવાની જરુર છે)થી જતા જહાજો માટે આ માર્ગ બંધ કરી દેવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here