પેટ્રોલ મોંઘું પડતું હોય તો એક્ટિવામાં CNG કીટ લગાવો, ₹15,000નો ખર્ચ કરવાથી 100kmની એવરેજ મળશે

0
0

પેટ્રોલના વધતા ભાવ વચ્ચે CNGના ભાવ થોડા રાહત આપે એવા છે. આ પેટ્રોલ કરતાં સસ્તું છે અને તેમાં વધુ એવરેજ પણ મળે છે. આ જ કારણ છે કે ઘણા લોકો એક્ટિવામાં પણ CNG કીટ ફીટ કરાવી દે છે અને ત્યારબાદ એક્ટિવાની એવરેજ 100 કિમીની થઈ જાય છે. CNGની કિંમત આશરે કિલો દીઠ 47-48 રૂપિયા છે. એટલે કે, આટલા રૂપિયાના ખર્ચમાં સ્કૂટર 100 કિલોમીટર સુધીનું અંતર કાપશે.

એક્ટિવામાં CNG કીટ લગાવવી પડશે

હોન્ડાએ એક્ટિવાનાં ઘણાં મોડલ્સ લોન્ચ કર્યાં છે. પરંતુ તે બધાં પેટ્રોલથી ચાલે છે. એટલે કે, કંપનીએ એક્ટિવાનું CNG મોડેલ રજૂ કર્યું નથી. આવી સ્થિતિમાં, દિલ્હી સ્થિત CNG કિટ મેકર કંપની LOVATOએ આ સ્કૂટરમાં લગાવી શકાય તેવી કિટ લૉન્ચ કરી છે. તેનો ખર્ચ લગભગ 15 હજાર રૂપિયા આવે છે. કંપનીનો દાવો છે કે, તમે આ ખર્ચ 1 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં જ વસૂલ કરી નાખશો કારણ કે, CNG અને પેટ્રોલની કિંમતમાં હવે આશરે 40 રૂપિયા સુધીનો તફાવત આવી ચૂક્યો છે.

સ્કૂટર પેટ્રોલ અને CNG બંનેથી ચાલશે

એક્ટિવામાં CNG કીટ લગાવવામાં લગભગ 4 કલાકનો સમય લાગે છે. રસપ્રદ વાત એ છે કે ત્યાર પછી સ્કૂટરને પેટ્રોલથી પણ ચલાવી શકાય છે. આ માટે કંપની એક સ્વિચ લગાવે છે, જેના કારણે CNG મોડથી પેટ્રોલ મોડમાં આવી જાય છે. કંપની એક્ટિવામાં આગળ બે સિલિન્ડર મૂકે છે, જે કાળા પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવે છે. તેમજ, સીટના નીચેના ભાગમાં તેને ઓપરેટ કરનારું મશીન ફિટ થઈ જાય છે. એટલે કે, એક્ટિવા CNG અને પેટ્રોલ બંનેથી ચલાવી શકાય છે. એક્ટિવા પર CNG સાથે જોડાયેલા કેટલાંક ગ્રાફિક્સ પણ લગાવી દેવામાં આવે છે.

CNG કિટના ગેરફાયદા

જોકે સ્કૂટરમાં CNG કિટ લગાવવાના કેટલાક ગેરફાયદા છે. પહેલું એ કે આ કિટમાં ફિટ થયેલું સિલિન્ડર ફક્ત 1.2 કિલો CNG સ્ટોર કરે છે. આવી સ્થિતિમાં, 120થી 130 કિલોમીટર પછી તમારે ફરીથી CNGની જરૂર પડશે. તેમજ, CNG સ્ટેશન સરળતાથી નથી મળતાં. તે તમારા લોકેશનથી 10-15 અથવા તેથી વધુ કિલોમીટરના અંતરે હોઈ શકે છે. જો કે, CNG સ્કૂટરની એવરેજ વધારશે. પરંતુ તેનાથી ગાડીને પિકઅપ નથી મળતું. આવી સ્થિતિમાં, ચઢાણવાળા રસ્તા પર એન્જિન પર લોડ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here