નસકોરાં બગાડતાં હોય તમારી ઊંઘ તો, અજમાવી જુઓ આ 3માંથી 1 વસ્તુનો ઉપાય

0
4

આખા દિવસની દોડભાગ બાદ સારી ઊંઘ આવે તો જ તમે બીજા દિવસ પણ સારી રીતે કામ કરી શકો. એટલે જ દરેક વ્યક્તિ શાંતિથી ઊંઘવા ઇચ્છતું હોય છે, પરંતુ નસકોરાના કારણે ઘણીવાર ઊંઘ બગડતી હોય છે. નસકોરાના કારણે આપણી સાથે-સાથે ઘરના સભ્યોની પણ ઊંઘ બગડતી હોય છે.

આપણા ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓના ઉપાયથી નસકોરાની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે, જેના વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં….

ઑલિવ ઑઇલ


રોજ રાત્રે અડધી ચમચી ઑલિવ ઓઇલ અને અડધી ચમચી મધનું સેવન કરવું. જેનાથી ધીરે-ધીરે નસકોરા ઓછા થવા લાગે છે. આ બંને વસ્તુઓમાં રહેલાં તત્વો શ્વાસ નળી સાફ કરે છે અને રાત્રે શ્વાસ લેવામાં સરળતા મળે છે અને નસકોરાની સમસ્યા બંધ થવા લાગે છે.

લસણ


નાક અથવા ગળામાં બલગમની માત્રા વધી જવાથી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેનાથી નસકોરાં બોલે છે. સૂતી વખતે નિયમિત બે કળી લસણ ખાવાથી ગળું સાફ રહે છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે. જેથી નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

હળદર


આયુર્વેદમાં નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે હળદરને મહત્વની ગણવામાં આવે છે. રોજ રાત્રે સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધમાં થોડી હળદર મિક્સ કરી પીવાથી નાક અને ગળું બંને સાફ રહે છે. જેથી રાત્રે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી અને નસકોરાંની સમસ્યામાં રાહત મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here