મોટા અધિકારીઓ સ્વયં કાયદાઓનું પાલન કરશે તો સામાન્ય લોકો પણ નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દેશે

0
10

વાર્તા

રાજા વિક્રમાદિત્ય પોતાના ન્યાય માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. તેમના નામથી જ વિક્રમ સંવત્ ચાલી રહ્યું છે. વિક્રમાદિત્ય સાથે જોડાયેલી એક ઘટના છે, જેમાં તેમણે જણાવ્યું કે ન્યાય વ્યવસ્થા કેવી હોવી જોઇએ.

એક દિવસ વિક્રમાદિત્ય શિકાર માટે જંગલ તરફ જઇ રહ્યા હતાં. રાજાના સૈનિક પાછળ રહી ગયાં હતા અને તેઓ રસ્તો ભટકી ગયા હતાં. પોતાના રાજ્યનો રસ્તો શોધતી સમયે તેમનો ઘોડો એક ખેતરમાં જતો રહ્યો. ઘોડાના કારણે પાક ખરાબ થઇ ગયો. ખેતરનો માલિક ત્યાં જ ઊભો રહીને બધું જોઇ રહ્યો હતો. તેણે જોરથી બૂમો પાડીને કહ્યું, મારો પાક ખરાબ થઇ ગયો છે.

રાજાએ જોયું કે ખેડૂતે જોઇ લીધું છે, તેનું નુકસાન થઇ ગયું છે. તે ઘોડાથી ઉતર્યો અને ખેડૂત પાસે પહોંચ્યો.

ખેડૂત બોલ્યો, ઘોડેસવાર તમે ખૂબ જ બેદરકાર છો, તમે અપરાધ કર્યો છે. તમે મારો પાક ખરાબ કરી દીધો છે. તેના માટે તમને સજા મળવી જોઇએ. હું મારા રાજા વિક્રમાદિત્યને ફરિયાદ કરીશ. તેઓ ન્યાય પ્રિય છે, તે તમને સજા કરશે.

વિક્રમાદિત્ય સમજી ગયા કે આ ખેડૂત મને જાણતો નથી, પરંતુ મારી ન્યાય વ્યવસ્થા ઉપર તેને વિશ્વાસ છે. મારે તેના વિશ્વાસની રક્ષા કરવી પડશે.

રાજાએ તે સમયે પોતાના ઘોડા ઉપર રહેલું ચાબુક કાઢ્યું અને ખેડૂતને કહ્યું, હવે તમે મને પાંચ ચાબુક મારી લો

ખેડૂત બોલ્યો, આ કામ મારુ નથી

તે પછી વિક્રમાદિત્યએ પોતાના હાથ વડે જ પોતાની પીઠ ઉપર પાંચ ચાબુક માર્યા અને ત્યાંથી જતાં રહ્યાં.

બીજા દિવસે તે ખેડૂત વિક્રમાદિત્યના દરબારમાં પહોંચ્યો. તેને ઘોડેસવારની ફરિયાદ કરવી હતી. તેણે રાજાને જોયા તે તે શરમમાં મુકાઇ ગયો, કેમ કે તે ઘોડેસવાર જ રાજા વિક્રમાદિત્ય હતાં. રાજાએ ખેડૂત સામે જે ચાબુક માર્યા હતા, તેનો દુખાવો પણ તેમને થઇ રહ્યો હતો.

વિક્રમાદિત્યએ ખેડૂતને કહ્યું, અમે તમારા ઉપર ગર્વ છે કે અમારા રાજ્યમાં તમારા જેવી પ્રજા છે, જે મને આ શિક્ષણ આપી રહી છે કે, કાયદાઓનું પાલન કરનાર વ્યક્તિએ સૌથી પહેલાં કાયદાઓનું પાલન કરવું જોઇએ.

બોધપાઠ…

આજે રાજા અને પ્રજાની વ્યવસ્થા નથી પરંતુ શાસનના મોટા અધિકારીઓ, મંત્રીઓને પોતાના બધા નિયમોનું પાલન કરવું જોઇએ. ત્યારે જ જનતા પણ બધા નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here