ફાટેલા હોઠમાંથી નીકળે છે લોહી તો રાતે સૂતા પહેલા કરો આ 1 કામ

0
14

શિયાળામાં ત્વચા અને હોઠ ફાટી જવા કે ડ્રાય થવા સામાન્ય વાત છે. જોકે, કેટલાક લોકો આ સમસ્યા ગરમીમાં પણ થઇ જાય છે. જો ડ્રાય લિપ્સની સાથે બેદરકારી રાખવામાં આવે તો તેમા ઉંડા ઘા થઇ જાય છે અને લોહી નીકળવા લાગે છે. જેથી જરૂરી છે કે હોઠની યોગ્ય રીતે કાળજી અને નિયમિત સાચવણી કરવી જોઇએ.

મધ અને ખાંડનો સ્ક્રબ

જે રીતે ચહેરાની ડેડ સ્કિન નીકાળવાની જરૂરત હોય છે તે રીતે હોઠની ડ્રાય સ્કિન રિમૂવ કરવી પણ જરૂરી હોય છે. તેના માટે મધ અને ખાંડનો સ્ક્રબ ઉપયોગ કરો. અડધી ચમચી ખાંડમાં 3-4 ટીંપ મધ મિક્સ કરીને એક બ્રશની મદદથી હોઠ પર લગાવો અને હળવા હાથથી રગડી લો. તે બાદ પાણીથ ધોઇ લો. અઠવાડિયામાં એક દિવસ આવું કરો.

રાતે લગાવો દેશી ઘી

હોઠને નિયમિત મોઇશ્ચરાઇઝર કરો. લિપ બામ કે લિપ ગ્લોસ લગાવો, પરંતુ તે ના હોય તો તમે રાતે સૂતા સમય હોઠ પર દેશી ઘી લગાવી શકો છો. આ ઉપાયથી તમારા હોઠ સોફ્ટ થઇ જશે.

દૂધ અને હળદરનું મિશ્રણ

દૂધ અને હળદર પણ લિપ્સની ડ્રાયનેસને દૂર કરવામાં મદદગાર માનવામાં આવે છે. એક ચપટી હળદરમાં 1-2 ટીંપા દૂધ મિક્સ કરીને હોઠ પર લગાવી શકો છો. થોડાક અઠવાડિયામાં તમને ફરક જોવા મળશે.

બદામનું તેલ

બદામનું તેલ ન માત્ર વાળને મજબૂત બનાવે પરંતુ તે સોફ્ટ અને સ્મૂથ લિપ્સ માટે પણ ફાયદાકારક છે. ફાટેલા કે સૂકા હોઠ માટે રોજ બદામના તેલથી માલિશ કરવાથી ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here