તડકામાં ઊભા રહેવાથી ગાડી ગરમ થઈ જાય તો ₹200માં મળતું વિન્ડશિલ્ડ સનશેડ લગાવો, કેબિન ગરમ નહીં થાય અને ઇન્ટિરિયર પણ સેફ રહેશે

0
15

ઘણા લોકોની કાર ઘરમાં પાર્કિંગ ન હોવાને કારણે બહાર તડકામાં ઊભી રહેતી હોય છે. તડકામાં લાંબા સમય સુધી રહેવાથી કારની કેબિન ગરમ થઈ જાય છે, જેમાં બેસવું અસહ્ય હોય છે. તેમજ, ઘર કે ઓફિસના ઠંડા તાપમાનમાંથી બહાર નીકળીને તડકામાં ઊભેલી કારમાં બેસવું પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સ્થિતિમાં, એકદમ એસી ચલાવવું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. જો તમે પણ આ સમસ્યા સાથે દરરોજ સંઘર્ષ કરી રહ્યા હો તો તમારે પહેલા કાર માટે વિન્ડશિલ્ડ સનશેડ ખરીદી લેવું જોઈએ. હવે સવાલ એ આવે છે કે આ વિન્ડશિલ્ડ સનશેડ શું છે? તો ચાલો જાણીએ આ પ્રોડક્ટ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને તેની કિંમત કેટલી છે.

કાર વિન્ડશિલ્ડ સનશેડ શું છે?

  • તેનો ઉપયોગ વિન્ડશિલ્ડ માટે થાય છે. તે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ નહીં પણ સનલાઇટ રિફ્લેક્ટર છે. જેમ છત્રી આપણને સૂર્યપ્રકાશથી સુરક્ષિત કરે છે અને સૂર્યપ્રકાશ સીધો આપણા શરીર પર પડવા નથી દેતી. તે જ રીતે વિન્ડશિલ્ડ સનશેડ પણ એ જ કાર્ય કરે છે. આ સૂર્યનાં કિરણોને સીધા કારમાં જતા અટકાવે છે, જે કેબિનનું તાપમાન વધારે ગરમ થતા અટકાવે છે.
  • જ્યારે વિન્ડશિલ્ડ સનશેડ ન હોય ત્યારે સૂર્ય કિરણો સીધા વિન્ડશિલ્ડ દ્વારા કેબિનમાં પ્રવેશ કરે છે. દરવાજા અને કાચ બંધ હોવાને કારણે કારની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં વધી જાય છે. પરંતુ વિન્ડશિલ્ડ સનશેડ હોય તો આ નથી થતું.
  • અનેક વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, વિન્ડશિલ્ડ સનશેડ રિફ્લેક્ટિવ એલ્યુમિનિયમ ફોઇલ સાથે 5 લેયર થિક બબલ મટિરિયલથી બનેલી હોય છે. ઘણી કંપનીઓનો દાવો છે કે, તે 100% સુધી લાઇટ રિફ્લેક્ટ કારની અંદરનું તાપમાન જાળવી રાખે છે.

વિન્ડશિલ્ડ સનશેડ કેવી રીતે કામ કરે છે?

  • ​​​​​​​વિન્ડશિલ્ડ સનશેડ ફ્લેક્સિબલ અને ફોલ્ડેબલ હોય છે. એલ્યુમિનિયમ ફોઇલ અને બબલ મટિરિયલથી બનેલું હોય છે. આ સિલ્વર કલરનું હોય છે. તેની સાથે બે સક્શન કપ આપવામાં આવે છે. સક્શન કપ વિન્ડશિલ્ડ સનશેડમાં લાગેલા હોય છે, જે અંદરની બાજુથી કારની વિન્ડશિલ્ડ પર ચોંટી જાય છે. અનફોલ્ડ થવા પર આ સંપૂર્ણ રીતે વિન્ડશિલ્ડને કવર કરી લે છે. સૂર્યપ્રકાશ જેવો તેના પર પડે કે તે તરત જ રિફ્લેક્ટ થાય છે. એટલે કે, તડકો કેબિનની અંદર પહોંચતો નથી અને કેબિનનું તાપમાન વધતું નથી.
  • તે લગભગ દરેક કારની વિન્ડશિલ્ડ પર સરળતાથી ફિટ થઈ જાય છે. વજનમાં હલકું હોવાને કારણે તેને સરળતાથી લગાવી અને કાઢી શકાય છે. કામ ન હોય ત્યારે તેને સરળતાથી ફોલ્ડ કરીને ગમે ત્યાં રાખી શકાય છે. તે વધારે જગ્યા રોકતું નથી.
  • આનો એક ફાયદો એ છે કે તેને લગાવવાથી સીધો સૂર્યપ્રકાશ કારના ડેશબોર્ડ પર પડતો નથી. જેથી, ઇન્ટિરિયરમાં લગાવેલું પ્લાસ્ટિક અને અંદરની એક્સેસરિજ પણ સુરક્ષિત રહે છે. ક્રેક અને કલર ફેડ થવાની સમસ્યા નથી આવતી અને કેબિન ગરમ થવાથી જે પ્લાસ્ટિકની ગંધ આવે તે સમસ્યા પણ દૂર થાય છે.

માર્કેટમાં તેની કિંમત કેટલી છે?

ઇ-કોમર્સ સાઇટ પર વિવિધ બ્રાંડની અલગ-અલગ રેન્જ ઉપલબ્ધ છે. એમેઝોન પર તેની કિંમત 190 રૂપિયાથી શરૂ થાય છે. જે ક્વોલિટી અને બ્રાંડ પ્રમાણે બદલાઈ શકે છે. કદાચ તમને લોકલ શોપમાં પણ આ મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here