ચેક બાઉન્સ થશે તો લેણદારે કોર્ટના ધકકા નહીં ખાવા પડે: એપ દ્વારા નિકાલ થશે

0
31

નવી દિલ્હી તા.23
તમને જો કોઈએ ચેક આપ્યો હશે અને એ બાઉન્સ થાય તો તમારે હવે કોર્ટના ચકકર કાપવા નહીં પડે. સરકાર ચેક પાછો કરવાના કિસ્સામાં એક એપ્લીકેશન બનાવી રહી છે. એના ઉપયોગથી આવા કેસોનો ઓનલાઈન નિકાલ થઈ જશે અને ખાસ કરીને વેપારીઓને કોર્ટ-કચેરીના ધકકા નહીં ખાવા પડે.

નેશનલ ઈન્ફોર્મેશન સેન્યર (એનઆઈબી)ના ડાયરેકટર-જનરલ ડો. ગીતા વર્માએ આ બાબતે જણાવ્યું હતું કે, અમે એવી ઓનલાઈન સીસ્ટમ લાવી રહ્યા છીએ, જેમાં જો કોઈ ચેક બાઉન્સ થવાની ભુલ સ્વીકારી તો તેને કોર્ટ જવું નહીં પડે અને ત્યાંજ પેમેન્ટ કરી દેશે તો કામ સરળ બની જશે.

એક અંદાજ મુજબ સપ્તાહે કોર્ટમાં પેન્ડીંગ કેસોમાં ચેક બાઉન્સ થવાના કેસોની સંખ્યા 35% જેટલી છે. ચેક બાઉન્સ થવાની સૌથી મોટો ડર ક્રેડીટ સ્કોર ખરાબ થવાનો છે અને તેના કારણે જેલમાં પણ જવું પડે છે.

ચેક બાઉન્સ કરવો એ એક પણ અપરાધ છે. અને બેંક એકાઉન્ટ પણ સીલ થઈ શકે છે. મોબાઈલ એપ્લીકેશન દ્વારા ચેક બાઉન્સ કેસોનો કોર્ટ બહાર નિકાલ થઈ જશે અને અદાલતમાં જવું નહીં પડે. આ માટે જરૂર પહયે ઈ-હિયરીંગ હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here