બાળક જરૂર કરતાં વધારે પાંપણો ઝપકાવે અને, આંખોને વારંવાર ચોળે છે તો આંખોની તપાસ જરૂરથી કરાવવી.

0
12

એક સર્વે અનુસાર, માત્ર 46% માતાપિતા જ બાળકોની આંખોની તપાસ કરાવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આંખોની તપાસ નવજાતના જન્મ બાદથી શરૂ થવી જોઈએ. નાની-મોટી સમસ્યાઓને દવાઓથી મટાડી શકાય છે. તપાસમાં બેદરકારીથી ચશ્મા આવી શકે છે અને ચશ્મા આવી જાય પછી નંબર વધી શકે છે. આઈ એન્ડ ગ્લૂકોમા એક્સપર્ટ ડૉ. વિનિતા રામનાની જણાવી રહ્યા છે કે, બાળકોની આંખોની તપાસ કેમ જરૂરી છે.

સૌથી પહેલાં જાણો, તપાસ ક્યારે કરાવવી

બાળકોની 75% શીખવાની ક્ષમતા આંખો પર નિર્ભર છે. આંખોની તપાસ કરાવવા માટે તેની શરૂઆત જન્મથી થવી જોઈએ. ઓછા વજનવાળા અને સમય પહેલા જન્મેલા બાળકોની આંખોની તપાસ જરૂરથી કરાવવી જોઈએ. નવજાતને રાતના અંધત્વથી બચાવવા માટે વિટામિન-Aનો ડોઝ જરૂરથી પીવડાવો.

3 વર્ષની ઉંમર બાદ પહેલા ગ્રેડમાં જતા પહેલા એક વખત આંખોની તપાસ કરાવવી. ત્યારબાદ દર 2 વર્ષ થાય એટલે આઈ ટેસ્ટ કરાવી શકાય છે.

બાળકોમાં આ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં

આંખોમાં સંક્રમણ, કીકી પર સફેદ ડાઘ, જન્મજાત મોતિયો, ડિજિટલ સ્ટ્રેન જેની સમસ્યાના કારણોને જાણવા માટે આંખોની તપાસ જરૂરી છે. તે ઉપરાંત માથામાં દુખાવો થવો, આંખોમાંથી પાણી નીકળવું, બળતરા અથવા વારંવાર આંખો ચોળવી પણ આંખોની સમસ્યા તરફ સંકેત કરે છે. બાળકોમાં આવા લક્ષણ દેખાવા પર આઈ એક્સપર્ટની સલાહ લેવી.

બાળકો ગેજેટ્સની સાથે સમય પસાર કરે છે તો આટલું ધ્યાન રાખવું

ગેજેટ્સમાંથી નીકળતો પ્રકાશ આંખો પર સતત પડવાથી તેમાં પહેલા શુષ્કતા આવે છે અને પછી સ્નાયુઓ પર તણાવ પડે છે. લાંબા સમય સુધી આવું રહેવાથી આંખો કમજોર થઈ જાય છે. તેમની દૂરની નજર કમજોર થવાનું જોખમ રહે છે, તેને માયોપિયા કહેવામાં આવે છે.

તાજેતરમાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, જો બાળકમાં ગેજેટનો ઉપયોગ આવી જ રીતે વધતો રહ્યો તો 2050 સુધી 50 ટકા બાળકોને ચશ્મા આવી જશે. બાળકો ગેજેટનો ઉપયોગ કરે છે તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું.

  • લેપટોપની સ્ક્રીન અને આંખોની વચ્ચે ઓછામાં ઓછું 26 ઈંચનું અંતર હોવું જોઈએ.
  • મોબાઈલનો ઉપયોગ કરે છે તો આ અંતર 14 ઈંચનું હોવું જોઈએ. જો કે તે હાથની લંબાઈ પર પણ આધાર રાખે છે.
  • સ્ક્રીનની બ્રાઈટનેસ અને કોન્ટ્રાસ્ટને ઓછો રાખો, જેથી આંખો પર વધારે તાણ ન આવે.
  • સ્ક્રીન પર એન્ટિગ્લેયર કાચ હોય તો વધું સારું છે અથવા એન્ટિગ્લેયર ચશ્મા પહેરવા.
  • સ્ક્રીન પર દેખાતા અક્ષરોને સામાન્ય રીતે વાંચવામાં આવતા અક્ષરોની સાઈઝ કરતા 3 ગણા મોટા રાખવા.C

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here