અદાલતે સેબીને 200 પ્રોપર્ટી વેચવા મંજૂરી આપતાં ઠગાયેલા લોકોને નાણાં પરત મળશે

0
7

મુંબઈ,તા. 9:
2016માં રોકાણકારો સાથે 4,000 કરોડની છેતરપિંડી થઇ હતી, રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી કરવા બદલ ઇકોનોમિક ઓફેન્સીવ વિંગએ 10 માણસો સામે એફઆઈઆર કરી હતી. સેબી સામે નવી પોલીસની આર્થિક બચાવ શાખાએ રાજ્યોમાં તેમની સંપત્તિ ટાંચમાં લીધી છે.


કેસ નોંધાયા પછી પોલીસે 60 વર્ષનાં બાબાસાહેબ અને તેના પુત્ર શશાંક તથા અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ સાઇપ્રસાદ મીડિયા લિમીટેડ અને પ્રસાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રકશનના હોદેદારો હતાં. ચેનલના માલિક શશાંકની જાન્યુઆીમાં ધરપકડ કરાઈ હતી. પૂણે સ્થિત કંપનીનો તે મેનેજિંગ ડિરેક્ટર હતો.
મુંબઈની વિશેષ અદાલતે સેબીએ આરોપીઓની 200 પ્રોપર્ટીની હરાજી કરવા પરવાનગી આપી છે. અથાણા, પાપડ, એગ્રો પ્રોડક્ટસ બનાવવા કંપની સ્થાપી હતી, અને સેંકડો મહિલાઓને કામે રાખી હતી. ભાવારે બાંધકામ માટે રોકાણકારો પાસેથી તેમને 18 ટકા વાર્ષિક રિટર્નનનું વચન આપી ડિપોઝીટ લીધી હતી. આ સ્કીમ 19 રાજ્યોમાં ફેલાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here