કોરોના વાયરસને લઈ ડિલિવરીમેનનું અવસાન થશે તો પાંચ લાખ રૂપિયા નું અપાશે વીમા કવચ….

0
5
સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ પગ પેસારો જોવા મળી રહ્યો છે.કેશો ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વિવિધ સરકાર દ્વારા નિર્ણય લઈ કોરોના ને પકડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે સરકાર દ્વારા વિવિધ નિર્ણયો દ્વારા ગરીબ અને  મધ્યમ વર્ગના લોકો ને લાભ થાય તે માટે વિવિધ યોજનાઓ અમલ માં  મૂકવામાં આવી રહી છે . ત્યારે ડી. એન. ઓ. બનાસકાંઠા શ્રી સોમરાજ મીણા (એચ. પી. સી. એલ) ના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ  ને લઈને કોઈ પણ ડિલીવરી મેન નું અવસાન થાય તો ડિલિવરી મેંન ના પરિવારો  5.લાખ રૂપિયા નું વિમા કવચ ઓઇલ કંપની તરફથી આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને મળશે વિનામૂલ્ય ગેસ સિલિન્ડર..
કોરોના વાયરસને લઈ ડિલિવરીમેનનું અવસાન થશે તો પાંચ લાખ રૂપિયા નું અપાશે વીમા કવચ….
જો કે વધુ માં દિયોદર રાજ ગેસ એજન્સી ના મેનેજર હેમંત ભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું કે  ઓઇલ કંપનીઓ પાસે પર્યાપ્ત માત્રામાં એલ. પી. જી. સીલીન્ડર ઉપલબ્ધ છે.જેથી કોઈ પણ  ગ્રાહકો એ  ગભરાવાનું જરૂર નથી.જો.કે  સમયસર સીલીન્ડર ઘેર મળી રહેશે તેવું જણાવ્યું હતું. જો કે આગામી ટુક સમયમાં ઉજ્જ્વલા યોજનાના ગ્રાહકોને ૩ સીલીન્ડ વિનામૂલ્યે આપવમાં આવશે તેવું પણ રાજ ગેસ એજન્સી દિયોદરના મેનેજરે જણાવ્યું હતું.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here