ક્રિકેટ : ખેલાડીનો ટેસ્ટ નેગેટિવ આવે તો સીરિઝમાં લા‌ળના ઉપયોગને મંજૂરી આપો : અગરકર

0
10

મુંબઈ. પૂર્વ ભારતીય ઝડપી બોલર અજીત અગરકરે કહ્યું કે, લાળના ઉપયોગ પર પ્રતિબંધનો વિકલ્પ સારો છે. પરંતુ જો ખેલાડીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો તેને સીરિઝમાં લાળના ઉપયોગની મંજૂરી મળવી જોઈએ. તાજેતરમાં આઈસીસીએ લાળના ઉપયોગ પર ટેમ્પરરી પ્રતિબંધ લગાવ્યો હતો.

અગરકરે કહ્યું કે- ફિલ્ડના અધિકારી સાથે ચર્ચા કરવામાં આવે તો તેઓ પણ આ જ વાત કહેશે. વર્તમાન સ્થિતિ અંગે કંઈ કહી શકતા નથી. અમે ઈંગ્લેન્ડ અને વિન્ડીઝ વચ્ચેની સીરિઝની રાહ જોઈ રહ્યાં છીએ. રમત અગાઉથી જ બેટ્સમેનો તરફી છે. લા‌ળના પ્રતિબંધથી બોલરોનો પ્રભાવ નહિવત્ રહી જશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે કહ્યું કે,‘હાલના સમયમાં રવીન્દ્ર જાડેજા વિશ્વનો સૌથી સારો ફિલ્ડર છે. જ્યારે લોકેશ રાહુલ યુવા ખેલાડીઓમાં સૌથી ટેલેન્ટેડ પ્લેયર છે.’