બાળકના જન્મ પછી જો કપલ્સમાં રોમાન્સ ઘટી જાય તો અપનાવો આ ટિપ્સ

0
49

મુખ્ય સંવાદદાતા, સીએન 24 ન્યૂઝ,

ગનેન્સી અને બાળકના જન્મ પછી ઘણા કપલ્સમાં રોમાન્સ ઘટી જાય છે. અથવા તેમની ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઘટી જાય છે. સાથે જ બાળકની અનેક અણધારી જવાબદારીઓને કારણે તેમની વચ્ચે નાનીમોટી તકરારો, અપૂરતી ઉંઘ કે અન્ય પ્રકારના સ્ટ્રેસનો વધારો થઈ જાય છે. આવું મોટાભાગના કપલ્સ સાથે થાય છે અને એટલે જ અમે એવી કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ, જે ટિપ્સને ફોલો કરીને તમે તમારા પ્રિય પાત્ર સાથે ગમતી ક્ષણો જીવી શકો છો.

બાળક પેદા થાય પછી શરૂઆતના છ-આઠ મહિના અત્યંત મુશ્કેલ હોય છે. બાળકનું કામ અને તેની જવાબદારીઓ એટલી બધી વધી જાય કે કપલ્સને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા જ નથી મળતો. અધૂરામાં બાળકના ઉંઘના અને ભૂખના ટાઈમિંગ્સ જુદા જુદા હોય છે, જેમાં રાતનો સમય પણ સામેલ હોય છે આ કારણે કપલ્સને સરખી ઉંઘ પણ નથી મળતી. આથી સૌથી પહેલી બાબતનું એ ધ્યાન રાખો કે બાળકની કોઈ પણ એક્ટિવિટીમાં સરખે ભાગે પરોવાઈ જાઓ. એકજણ બાળકને સાફ કરે તો બીજું કચરાના નીકાલ કે સફાઈ બાદ બાળકને જોઈતી વસ્તુઓ માટે હાજર હોવો જોઈએ. આવું કરવાથી તમે એકબીજાની સાથે વધુ રહી શકશો અને કામ વહેંચાઈ જવાને કારણે કોઈ એકના માથે સ્ટ્રેસ પણ નહીં આવે.

પુરૂષ પાર્ટનરને આવા સમયે ખાસ સલાહ આપવાની કે તમે આખો દિવસ બહાર હો છો ત્યારે ઘરે વાઈફની એકલીની જવાબદારી ઘણી વધી જતી હોય છે. બાળકનું ધ્યાન રાખીને તે કંટાળી પણ ગઈ હોય છે. આથી ઘરે આવીને બને એટલો ટાઈમ તમે બાળકની કાળજી રાખો અને પત્નીને થોડો ટાઈમ ફ્રી કરો. આ સિવાય આ દિવસો દરમિયાન ઘરે હો એટલો સમય મોબાઈલ કે લેપટોપમાં તમે વધુ સમય પસાર ન કરો એ પણ એટલું જ મહત્ત્વનું છે.તો બાળક સેફ રહે એ રીતે વીકમાં એકાદ દિવસ આઉટિંગ પર પણ જાઓ કે બહાર ડિનર પર જાઓ. આટલી બાબતોનું જ માત્ર ધ્યાન રાખશો તો તમે તમારી વચ્ચીની દૂરીને સદંતર ઘટાડી શકશો અને તમારો પ્રેમ વધુ નિખરશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની…

સીએન 24 ન્યૂઝ,

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here