શિક્ષણ વિભાગનો પરિપત્ર : ધો.5 અને 8માં 2 વિષયમાં ‘E’ ગ્રેડ હશે તો નાપાસ કરી શકાશે

0
15

અમદાવાદ : શિક્ષણ વિભાગે દરેક સ્કૂલોને સૂચના આપી છે કે ધો. 5 અને 8માં બે વિષયમાં ‘ઇ’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. પરિણામ જાહેર થયા બાદ બે મહિનામાં 35 ટકાથી ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીની નબળી બાબતોને ફરી શીખવાડીને ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ પણ જો વિદ્યાર્થીઓ નબળું પ્રદર્શન કરશે તો તેમને ફરીથી નાપાસ કરવામાં આવશે.

નિયમ દરેક સરકારી અને ખાનગી સ્કૂલોમાં લાગુ કરાશે

જીસીઇઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામકે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારી અધિનિયમ 2009ના નિયમની કલમ 24માં ફેરફાર કરાયો છે. જેમાં ધો.5 અને 8માં એ, બી, સી, ડી ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીને આગળના ધોરણમાં પ્રમોશન આપવાનું રહેશે. જ્યારે માત્ર ધો.5 અને 8માં જ બે વિષયમાં ઇ ગ્રેડ એટલે કે બે વિષયમાં 35 કરતાં ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે. આ નિયમ દરેક સરકારી અને ખાનગી સ્કૂલોમાં લાગુ કરાશે.

અન્ય ધોરણોમાં પાસ કરી શકાશે

પરિપત્રમાં સ્કૂલોના સ્પષ્ટ જણાવાયું છે કે, પ્રાથમિક સ્કૂલોમાં ધો.5 અને 8 સિવાય અન્ય કોઇપણ ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે નહીં. આ નિયમ વર્ષ 2019-20થી લાગુ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here