પ્રેગ્નેસીમાં જો આ બિમારીના લક્ષણો દેખાય તો જરાં પણ મોડુ ન કરશો, થઈ શકે છે આ ગંભીર રોગ.

0
7

પ્રેગ્નેંસીમાં હાઈપરથાઈરોડિઝ્મ અને હાઈપોથાઈરોયડિઝ્મ સામાન્ય સમસ્યા છે. પણ તેની સારવાર જરૂરી છે. કારણ કે, થાઈરાઈડ્ઝનું સ્તર અંસતુલિત થતાં માં અને શિશુ બંનેના સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આ જ કારણ છે કે, જ્યારે કોઈ મહિલા ગર્ભવતી થાય છે અથવા તો પ્રેગ્નેંસી પ્લાનિંગ કરે છે, ત્યારે ડોક્ટર્સ સૌથી પહેલા તેના થાયરોયડનો ટેસ્ટ કરાવાની સલાહ આપે છે.

હકીકતમાં જોઈએ તો, થાઈરોયડ ગળાના ભાગમાં થતો એક રોગ છે. જે એક મોટા પ્રકારની ગ્રંથી હોય છે. જે ટી3 અને ટી 4 નામના હોર્મોન રિલીઝ કરે છે. આ બંને હોર્મોંસ શરીરમાં મેટાબોલિઝ્મ, પાચન પ્રક્રિયા, વજન, તાપમાન, હ્દયની ગતિ, માંસપેશિયો તથા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.આ હોર્મોંસને અંસંતુલિત થવા પર વજન ઓછુ અથવા વધવા લાગે છે. આવી સ્થિતીને થાઈરોયડ બિમારીના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે થાઈરોયડ ગ્રંથિ જરૂરિયાતથી ઓછા હોર્મોંસનું નિર્માણ કરે છે, તો તેને હાઈપોથાઈરોયડિઝ્મ કહેવાય છે. તથા વધારે નિર્માણ કરનારાને હાઈપરથાઈરોયડિઝ્મ કહેવાય છે.

હાઈપોથાઈરોયડિઝ્મના લક્ષણ

ચહેરા પર સોજો, ચામડીમાં ખેંચ અનુભવાય, જરૂરિયાત કરતા વધારે થાક, રક્ત પ્રવાહ ધીમો થવો, વધારે પડતો કબ્જ, ઠંડી સહન ન થવી, વજન વધવુ, શરીરમાં કમજોરી આવવી, પેટમાં ખરાબી, કામમાં ધ્યાન ન લાગવું, અથવા તો યાદશક્તિ કમજોર થવી, ટીએસએચનું સ્તર સૌથી વધારે થવું અને ટી4નું ઓછુ થવું.

હાઈપરથાઈરોયડિઝ્મના લક્ષણ

થાક, ઉલ્ટી થવી, હ્દયના ધબકારા વધી જવા, ભૂખ ઓછી લાગવી અથવા વધારે લાગવી, ચક્કર આવવા, વધારે પરસેવો થવો, નજર ઓછી થવી, ડાયાબિટીસ હોય તો શુગર વધવુ, પેટ ખરાબ થવું, વજન ઓછો થવો.

સારવાર નહીં કરાવો તો થઈ શકે છે સમસ્યા

યોગ્ય સમયે જો તેની સારવાર કરવામાં ન આવે તો મહિલાઓને હાઈ બ્લડ પ્રેશર, એનિમિયા, ગર્ભપાત, જન્મ સમયે શિશૂનું ઓછુ વજન, શિશૂનો યોગ્ય રીતે માનસિક વિકાસ ન થવો. સમય પહેલા ડિલીવરી, જેવી સમસ્યાઓ આવી શકે છે.

શું કરશો

નિષ્ણાંતોએ આપેલા નિર્દેશોનું પાલન કરો.
સમયસર દવા લો.
ડોક્ટરની સલાહ પર દરરોજ વ્યાયમ કરો.
યોગ અને મેડિટેશન પણ કરી શકશો.
દરરોજ લાંબૂ ચાલવાનું રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here