ઉકાળા અને હળદરથી વાઈરસ ખતમ થતો હોય તો આયુષ મંત્રાલયને સોંપી દો કોરોનાની જવાબદારી : IMA

0
0

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને આયુષ મંત્રાલય દ્વારા કોરોના અંગે જારી કરાયેલી નવી ગાઈડલાઇન્સની ટીકા કરી છે. એક પ્રેસ રિલીઝના માધ્યમથી એસોસિયેશને કહ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોનાના હળવા કેસને સાજા કરવા માટે આયુષ અને યોગના આધારે ડૉક્યુમેન્ટ રિલીઝ કર્યા હતા. સ્વાસ્થ્યમંત્રીએ આ ઉપાયો અંગે અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોનાં નામ લીધાં અને સ્વીકાર્યુ કે આ ઉપાયો પ્રયોગો દ્વારા સિદ્ધ થયા છે.

તેના પછી આઈએમએએ સ્વાસ્થ્યમંત્રીને કોરોનાની સારવારમાં આ ઉપાયોના ઉપયોગ અંગે અનેક સવાલો પૂછ્યા છે જેમાં વિજ્ઞાન અને મોડર્ન મેડિસિન થેરપીને આધાર બનાવાયા છે. પ્રેસ રિલીઝમાં એવું પણ કહેવાયું છે કે જો આ આધારો પર સ્વાસ્થ્ય મંત્રાલયના ઉપાયો ખરા નહીં ઉતરે તો આ દેશની સાથે દગો ગણાશે. એસોસિયેશને સ્વાસ્થ્યમંત્રીને એવો પણ સવાલ કર્યો કે કોરોનાની સારવારની જવાબદારી આયુષ મંત્રાલયને કેમ સોંપી દેવાતી નથી?

ઉલ્લેખનીય છે કે મંગળવારે આયુષ મંત્રાલયે કોરોનાને ફેલાતો રોકવા નવી ગાઈડલાઈન્સ જારી કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન અને આયુષમંત્રી શ્રીપદ યશો નાઈકે નવી ગાઈડલાઈન્સ જારી કરી હતી. તેમાં જણાવાયું છે કે સારવારથી શ્રેષ્ઠ અટકાવવાનું હોય છે. તેના માટે આપણે આપણી ઈમ્યુનિટી વધારવાની જરૂર છે.

આ છે આરોગ્ય મંત્રાલયની આયુર્વેદિક ગાઈડલાઇન્સ

  • આયુષ મંત્રાલયે કહ્યું કે દિવસ દરમિયાન ગરમ પાણી પીઓ, ગરમ અને તાજું રાંધેલું ભોજન જ જમો.
  • ઓછામાં ઓછું 30 મિનિટ સુધી યોગનો અભ્યાસ, પ્રાણાયામ અને ધ્યાન લગાવવું મહત્ત્વપૂર્ણ છે.
  • ભોજન રાંધતી વખતે હળદર, જીરું અને ધાણા જેવા મસાલાનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે.
  • ઈમ્યુનિટી મજબૂત કરવા મંત્રાલયે સવારે 1 ચમચી ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપી હતી.
  • જે ડાયાબિટીસના રોગી છે તેમને શુગર વગરનું ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપી છે.
  • દિવસમાં 1 કે 2 વખત હર્બલ ચા પીઓ. તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કિશમિશનો ઉકાળો લઈ શકાય.
  • 150 મિલિમીટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખી પીવાની સલાહ અપાઈ છે.
  • સવારે અને સાંજે નાકમાં તેલ, કોપરેલ કે ઘી લગાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here