કિડનીમાં પથરી હોય તો બદલાઈ જાય છે પેશાબનો રંગ, થાય છે અસહ્ય દુઃખાવો, આ રહ્યાં લક્ષણો

0
6

કિડનીમાં પથરી થવી એક દર્દનાક બિમારી છે. આવી સ્થિતિમાં દર્દીને જોરથી દુઃખાવો થાય છે. જે ક્યારેક અસહ્ય બની જાય છે. કિડનીમાં પથરી થવાથી પહેલા આપણું શરીર આપણને કેટલાક સંકેતો આપે છે. જો સમયની સાથે આ લક્ષણોને ઓળખી લો તો તેનો ઈલાજ કરાવી શકાય છે. તો આપણે વધારે પરેશાનીનો સામનો કરવો પડતો નથી. પથરી આખરે શું હોય છે, તે આપણા શરીરમાં કેવી રીતે બને છે, મોટાપાના શિકાર થયેલા લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. તો શું આ પાછળ મોટાપા પણ કારણ છે કે કેમ આવા જ કેટલાક સવાલાનો જવાબોની જાણકારી મેળવીએ.

પથરી એ મીઠુ અને ખનીજોનો સંગ્રહ હોય છે. જે વધારે કેલ્શીયમ અને યુરીક એસીડથી બને છે. તે કિડનીમાં જમા થાય છે. જ્યારે તમારા શરીરમાંથી કેટલાક ખનીજ મુત્રમાં જમા થાય છે તો કિડનીની અંદર પથરી રૂપ લેવા લાગે છે. તેને પથરી કહે છે.

કિડનીમાં થનારી પથરી અલગ અલગ સાઈઝની હોય છે. આ પથરી કિડનીથી મુત્રમાર્ગના અન્ય હિસ્સાઓમાં પણ જઈ શકે છે. કિડનીમાં પથરી મોટી હોય તો જ તેને ઓપરેશન કરીને કાઢવામાં આવે છે.

કિડનીમાં પથરી થવાનું મુખ્યકારણ મોટાપા અને ડિહાઈડ્રેશનને ગણવામાં આવે છે. જ્યારે તમે સારી રીતે હાઈડ્રેડ થતા નથી ત્યારે કિડનીમાં પથરી બનવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં પેશાબમાં કેટલાક ખનીજોની માત્રા વધવા લાગે છે.

કિડનીમાં પથરી થાય ત્યારે પેટની નીચેના ભાગમાં અસહ્ય દુઃખાવો થાય છે. વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય છે, પેશાબમાં બદબુ આવવા લાગે છે અને પેશાબનો રંગ ઘાટો થઈ જાય છે.

કિડનીમાં પથરી થવા ઉપર ઉલ્ટી પણ થાય છે. તો તાવ પણ આવવા લાગે છે. સંક્રમણના કારણે તાવ 100 ડિગ્રીથી ઉપર ચાલ્યો જાય છે.

કિડનીનો દુઃખાવો પેટ અને પાસળીઓ ઉપર થાય છે. તે સીવાય પેશાબ વખતે પણ દુઃખાવો થાય છે. પેશાબ કરતી વખતે દુઃખાવાની સાથે બળતરા પણ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here