શરીરમાં આ વિટામીનની ઉણપ હશે તો સૌથી પહેલાં તમને થશે કોરોના, ભૂલથી પણ ન ઘટવા દો

0
15

વિટામિન ડી ની ખામી ધરાવતા લોકોને બીજાની સરખામણીમાં કોરોના વાયરસ વધારે જીવલેણ સાબીત થાય છે એવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે આ માટે દુનિયા ભરમાં કોરોના વાયરસથી મોત થયેલા કેટલાક માણસોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના એક રિસર્ચમાં અમેરિકા ઉપરાંત ચીન, ફ્રાંસ, જર્મની, ઇરાન, દક્ષિણ કોરિયા, સ્પેન અને બ્રિટનના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

એક જ ઉંમરના લોકોના મુત્યુદરમાં ઘણો તફાવત

સંશોધકોની ટીમના પ્રોફેસર વાદિમ બેકમેન અને તેમની ટીમ કોરોના વાયરસ અંગે વિશ્વની હેલ્થ કેર સિસ્ટમ પર તુલનાત્મક સંશોધન કરવા ઇચ્છતા હતા. તેઓ કોરોનાથી થતા મુત્યુદરને ટેસ્ટની સંખ્યા અને દેશના સરેરાશ આયુષ્ય સાથે જોડવા સાથે સંમત ન હતા. બેકમેનનું માનવું હતું કે આમાંથી એક પણ કારણ મહત્વનું જણાતું નથી. ઉત્તર ઇટલીનું હેલ્થ કેર સિસ્ટમ દુનિયામાં સૌથી ગુણવત્તાવાળું ગણાય છે છતાં એક જ ઉંમરના લોકોના મુત્યુદરમાં પણ ઘણો તફાવત જોવા મળ્યો હતો. એક સરખા કોરોના ટેસ્ટ કર્યા હોય એવા દેશોના મુત્યુદરના આંકડાનો પણ અભ્યાસ કર્યો જેમાં વિટામિન ડી ની  ઉણપ સાથેનો સંબંધ સ્પષ્ટ જણાઇ આવતો હતો.

દર્દીના મોત ઇમ્યૂન સિસ્ટમના ઓવર રિએકશનથી થયા

વિટામિન ડી ના પ્રમાણમાં અને સાઇટોકાઇનને સીધો સંબંધ જોવા મળ્યો હતો. સાઇટોકાઇન સૂક્ષ્મ પ્રોટિનોનું એક એવું ગ્રુપ છે જેનો કોશિકાઓ સંકેત આપવા માટે ઉપયોગમાં લે છે. જો સાઇટોકાઇન ઇમ્યૂન સિસ્ટમ ઓવર રિએકશન કરે તો પણ આ સ્થિતિ જીવલેણ સાબીત થાય છે. કોરાના વાયરસના ઘણા કેસમાં દર્દીના મોત ઇમ્યૂન સિસ્ટમના ઓવર રિએકશનથી થયા છે.

વિટામિન ડી ઇમ્યૂન સિસ્ટમને ઓવર રિએકટ થતી રોકે છે

નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર વિટામિન ડી ની ખામીથી ખૂબ સાઇટોકાઇનનો સ્ત્રાવ જોવા મળ્ચો હતો. સાઇટોકાઇન વધવાથી ફેફસાને ખૂબ નુકસાન થાય છે એટલું જ નહી ઘાતક રેસ્પેરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમને ઉત્તેજના આપી શકે છે. કોવિડ-૧૯ના મોટા ભાગના દર્દીઓના મોત આ રીતે જ થાય છે. જયારે વાયરસે ખુદ ફેફસામાં વધારે નુકસાન પહોંચાડતો નથી. વિટામિન ડી ઇમ્યૂન સિસ્ટમને સારી રાખે છે એટલું જ નહી તેને ઓવર રિએકટ કરતા પણ રોકે છે.

સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ

વિટામિન ડી નો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે આ ઉપરાંત દૂધ અને દૂધ ઉત્પાદનો તથા માછલીમાં સારા પ્રમાણમાં હોય છે. આમ નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોના મત મુજબ વિટામિન ડી અને મુત્યુદરના સંબંધ અંગે દુનિયામાં વધુ સંશોધનો માટે માર્ગ ખુલ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here