બાઇક-સ્કૂટર ચોરી થઈ જવાનું ટેન્શન હોય તો ગ્રિપ લોક લગાવો અને ચિંતા દૂર કરો, પ્રારંભિક કિંમત 799 રૂપિયા

0
40

ઘણા લોકોને તેમની બાઇક ચોરાઈ જવાનો ભય રહેતો હોય છે. ઓફિસમાં કામ કરી રહ્યા હો કે માર્કેટમાં ખરીદદારી આપણું અડધું ધ્યાન પાર્કિંગમાં ઊભેલી બાઇક પર રહે છે કે ક્યાંક ચોરી ના થઈ જાય. જો કે, સમય સાથે ચોરો પણ એડવાન્સ થઈ ગયા છે. બાઇકમાં રહેલું રેગ્યુલર લોક તોડવું તેમના માટે ખૂબ જ સરળ બની ગયું છે. બાઇક ચોરીના ઘણા સીસીટીવી ફૂટેજ પણ ઘણીવાર જોવા મળતા હોય છે, જેનાથી ટેન્શન વધે છે. જો તમને પણ તમારી ફોવરિટ બાઇક ચોરાઈ જવાનો ડર લાગતો હોય તો ગ્રિપ લોક તમારી આ ચિંતા દૂર કરી શકે છે. તો આ ગ્રિપ લોક શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત શું છે ચાલો આ બધા વિશે જાણીએ…

ગ્રિપ લોક શું છે?

  • આ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ નહીં પણ એક સરળ દેખાતું લોક છે. પરંતુ તે ખૂબ જ ઉપયોગી છે. તે ચાવીથી ખૂલે છે અને બંધ થાય છે. આ સ્ટેનલેસ સ્ટીલ/એલોય મેટલ અને ફાઇબરથી બનેલું હોવાને કારણે બહુ મજબૂત હોય છે અને તેને તોડવું એટલું સરળ નથી હોતું. તેનું વજન લગભગ 300-350 ગ્રામ છે એલ્યુમિનિયમ એલોયથી બનેલા ગ્રિપ લોકનું વજન 450-500 ગ્રામ અથવા તેથી વધુ હોય છે, તેની કિંમત પણ બહુ વધારે હોય છે.
  • સાઇઝમાં નાનું હોવાને કારણે તેને સરળતાથી ગમે ત્યાં મૂકી શકાય છે. ખાસ વાત એ છે કે તેને ખોલવા અને બંધ થવામાં લગભગ 10 સેકંડનો સમય લાગે છે અને તેનો ઉપયોગ કોઈપણ ટૂ-વ્હીલરમાં સરળતાથી થઈ શકે છે. તેની ગ્રિપ સાઇઝ 27-28mm સુધી હોય છે.

આ ગ્રિપ લોક કેવી રીતે કામ કરશે?

  • તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તેને ખોલવા અને બંધ કરવામાં લગભગ 10 સેકંડનો સમય લાગે છે. તેમાં બે કમ્પાર્ટમેન્ટ્સ છે, એક હેન્ડલબાર ગ્રિપ બીજામાં બ્રેક લિવર આવે છે. ચાવીની મદદથી તેને ખોલીને તેમાં બનેલા કમ્પાર્ટમેન્ટ વચ્ચે ગ્રિપ અને બ્રેક રાખો અને ફોલ્ડ કરીને અનલોક કરી દો. બસ કામ થઈ ગયું.
  • હવે તમે તમારા મહત્ત્વપૂર્ણ કામ ટેન્શન વિના હેન્ડલ કરી શકો છો. લોક થયા બાદ આ ફ્રંટ બ્રેકને દબાવી રાખે છે. જો કોઈ ગાડી ચોરવાનો પ્રયત્ન પણ કરશે તો આગળની બ્રેલ દબાયેલી હોવાને કારણે ગાડી આગળ નહીં લઈ જઈ શકે અને તે એક્સિલરેટરનો ઉપયોગ પણ નહીં કરી શકે. એટલે કે, તમારી ગાડી એની જગ્યાએથી સહેજ પણ હલશે નહીં. એ જ રીતે, તેનો ઉપયોગ રિઅર બ્રેક માટે પણ થઈ શકે છે.
  • ડિસ્ક લોક મારીને લોકો ભૂલી જાય છે અને કાર શરૂ કરતી વખતે કેટલીકવાર નીચે પડી જાય છે. પરંતુ ગ્રિપ લોક ઉપર હોવાને કારણે તે સરળતાથી દેખાય છે, જે ભૂલી શકાય તેવી પરિસ્થિતિ પેદા કરતું નથી.

ગ્રિપ લોકની કિંમત

  • ઇ-કોમર્સ સાઇટ ખાસ કરીને એમેઝોન પર ગ્રિપ લોક કી વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે. બ્રાંડ પ્રમાણે તેની કિંમત જૂદી-જૂદી છે.
  • એમેઝોન પર સૌથી સસ્તું ગ્રિપ લોક 799 રૂપિયાનું છે, જ્યારે પ્લેટફોર્મ પર જ 9,500 રૂપિયાનું હેન્ડલબાર ગ્રિપ લોક પણ અવેલેબલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here