Monday, January 24, 2022
Homeત્રેવડ હોય તો એન્કાઉન્ટર કરી નાખો, અસત્ય સામે આજીવન લડતા રહેશું :...
Array

ત્રેવડ હોય તો એન્કાઉન્ટર કરી નાખો, અસત્ય સામે આજીવન લડતા રહેશું : એસ.પી. સ્વામી

ગઢડા(સ્વામિના) મુકામે ગોપીનાથજી દેવ મંદિરમાં ચાલી રહેલા દેવપક્ષ અને આચાર્ય પક્ષના વિવાદ બાદ હવે આચાર્ય પક્ષ અને પોલીસ તંત્ર વચ્ચે વિવાદ બહાર આવ્યો છે. જેમાં અગાઉ આચાર્ય પક્ષના એસ.પી. સ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર શા માટેના કરવા તેવી નોટીસ કલેક્ટર તરફથી આપી ખુલાસો કરવા મુદ્દે અનેક આક્ષેપો બાદ હાઈકોર્ટમાં અરજી કરાઇ છે.

ત્યારે હવે આચાર્ય પક્ષના અને પૂર્વ કોઠારી ઘન શ્યામ પ્રસાદ દાસજીને પણ 6 જિલ્લામાંથી તડીપાર શા માટે ન કરવાની નોટીસ ડે.કલેકટરે આપી ખુલાસો બચાવ કરવા માટે 8મી સુધીની મુદ્દત અપાઇ છે. ત્યારે આ બાબતે કો.ઘન શ્યામ વલ્લભ દાસજીએ પ્રતિક્રિયા આપતા જણાવેલ હતું કે ખૂબ મોટી લાગવગો ના ઈશારે સરકારી તંત્રનો ઉપયોગ કરી યેનકેન પ્રકારે સંપ્રદાયની લડાઈમાં સિધ્ધાંતો નેવે મૂકી ષડયંત્રો રચાય છે.

પરંતું ત્રેવડ હોય તો અમારૂ એન્કાઉન્ટર કરી નાખજો, જીવતા હશુ ત્યાં કોઈ પણ‌ ધાક ધમકીને તાબે નહી થઇએ અને સંપ્રદાય-ધર્મકુળની લડાઈમાં સત્ય સાથે કાયમ લડત કરતા રહેશુ. તંત્રની કામગીરી સામે CBIને તપાસ સોંપવા માંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular