જીએસટીના વ્યાપમાં લાવીએ તો સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ

0
8

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ અંગે સોમવારે સંસદમાં હંગામો થયો; ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે પણ આ સમસ્યાના હલ તરીકે પેટ્રોલ-ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી) અંતર્ગત લાવવાની પેરવી કરી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST અંતર્ગત લાવવાની માગ નવી નથી, પરંતુ કેટલાંક રાજ્યોને આ અંગે વાંધો છે. તેમના જ દબાણના કારણે આ GSTની બહાર છે. જો પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવે છે તો એનાથી સામાન્ય લોકોને કેટલો ફાયદો થશે? કેન્દ્ર કે રાજ્ય સરકારોને આખરે કેટલું નુકસાન થશે? શું તમામ રાજ્યોને નુકસાન થશે કે કેટલાંક રાજ્યોને ફાયદો પણ થશે? આ એવા સવાલો છે કે જેના જવાબ વારંવાર GSTમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને બહાર રાખી રહ્યા છે.

અમે પણ એ જાણવાની કોશિશ કરી કે જો કેન્દ્ર સરકાર અને જીએસટી પર નિર્ણય લેનારા તમામ રાજ્યોના નાણામંત્રીઓની જીએસટી પરિષદ નક્કી કરી લે કે દેશભરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર પણ સિંગલ ટેક્સ લગાવવામાં આવે તો શું થશે? વાસ્તવમાં, સીધા જ 15થી 30 રૂપિયા પ્રતિ લિટરની રાહત પેટ્રોલ પર મળી જશે અને 10થી 20 રૂપિયા સુધીની રાહત ડીઝલ પર. બીજું, કેટલાંક રાજ્યોને તેનો લાભ પણ થશે. કેન્દ્ર સરકારની આવક પર પણ કોઈ મોટી અસર નહીં થાય.

પ્રથમ જાણીએ, અત્યારે કેવી રીતે નક્કી થઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ?

ઈન્ડિયન ઓઈલના આંકડા જોઈએ તો પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘું નથી. દિલ્હીમાં પેટ્રોલ 33.54 રૂપિયા અને ડીઝલ 35.22 રૂપિયા પ્રતિ લિટર છે. ડીલરનું કમિશન પણ પેટ્રોલ પર 3.69 રૂપિયા અને ડીઝલ પર 2.51 રૂપિયા છે. આ અંગે કેન્દ્ર અને રાજ્યોની સરકારોનો ટેક્સ એટલો વધુ છે કે કિંમત વધીને 100ના આંકડાને સ્પર્શી રહી છે. વાસ્તવમાં, જેટલી બેઝ પ્રાઈસ છે એના મુકાબલે બમણો ટેક્સ વસૂલવામાં આવે છે. અત્યારે પેટ્રોલ-ડીઝલ GSTના વ્યાપમાં નથી, આ કારણસર દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. કેન્દ્રનો ટેક્સ અલગ છે.

સમગ્ર દેશમાં એક જેવા ટેક્સમાં મુશ્કેલી શું છે?

જ્યારે GST લાગુ થયો તો કહેવામાં આવ્યું કે સમગ્ર દેશમાં એક જેવો ટેક્સ લાગશે. લાગ્યો પણ ખરો પરંતુ પેટ્રોલ-ડિઝલ, આબકારી (દારૂ)ને બહાર રખાયા. કહેવામાં આવ્યું કે રાજ્યોને કોઈને કોઈ અધિકાર મળવો જોઈએ. રાજ્યોને વિકાસ કાર્યો પર ખર્ચની આવશ્યકતા હોય છે અને તેના માટે પૈસા પેટ્રોલ-ડિઝલથી મળતા વેટથી જ પ્રાપ્ત કરી શકાય છે. અગાઉ તો કહેવાયું હતું કે ટૂંક સમયમાં જ સામાન્ય સહમતિ બનાવાશે પણ પછી કેટલાક રાજ્યોનાં વિરોધના કારણે નિર્ણય ટળતો રહ્યો.

એસબીઆઈની રિસર્ચ ટીમનો અંદાજ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના બજેટ પ્રસ્તાવોમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી જે કમાણીની આશા રાખવામાં આવી રહી છે, GST તેમાં અડચણ લાવી શકે છે, પરંતુ હકીકત એ છે કે જો એવું થઈ પણ ગયું તો વધુ ફરક નહીં પડે. માત્ર 1 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ ઓછો આવશે એટલે કે જીડીપીના માત્ર 0.4% કલેક્શન ઓછું થશે, પરંતુ સામાન્ય લોકોને જરૂર પેટ્રોલ પર 10થી 30 રૂપિયા સુધી પ્રતિ લિટર સુધીની રાહત મળશે.

શું બધાં રાજ્યોને નુકસાન થશે કે કેટલાક પ્રોફિટમાં રહેશે?

અલગ અલગ રાજ્યોમાં લાગુ VATના દર જોઈએ તો લગભગ 19 રાજ્યોને 10થી 12 હજાર કરોડ રૂપિયા સુધીનું નુકસાન થશે. આ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ એટલો વધુ વસૂલાય છે કે લોકો પરેશાન છે અને પેટ્રોલની કિંમત સેન્ચુરી લગાવી ચૂકી છે. એમાં મુખ્ય છે-મહારાષ્ટ્ર. જ્યાં બે પ્રકારની કર વ્યવસ્થા પેટ્રોલ-ડીઝલ માટે લાગુ છે. જો GST લાગુ થશે તો સમગ્ર દેશમાં એક જ ટેક્સ વસૂલવામાં આવશે અને તેને લગભગ 10424 કરોડ રૂપિયાનું નુકસાન થશે. જ્યારે ઉત્તરપ્રદેશ, હરિયાણા, ગુજરાત જેવા 11 રાજ્યો એવા પણ છે જ્યાં પેટ્રોલ-ડીઝલ પર વસૂલાતો ટેક્સ તુલનાત્મક રીતે ઓછો છે. એવામાં પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવાથી આ રાજ્યોની આવકમાં વધારો થશે. આ સંખ્યા 12 કરોડ રૂપિયાથી 2500 કરોડ રૂપિયા વચ્ચેની હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here